તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:તાપસી - અનુરાગને ખેડૂતો માટે અવાજ ઉઠાવવાની સજા: સેના

મુંબઇ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • IT વિભાગે ત્રીજા દિવસે પણ ફિલ્મી હસ્તીઓ પર દરોડા ચાલુ રાખ્યા

અભિનેત્રી તાપસી પન્નુ અને અભિનેતા અનુરાગ કશ્યપે ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો તેની સજા મળી છે, એમ કહીને શિવસેના દ્વારા કેન્દ્ર સરકાર પર ફરી એક વાર નિશાન તાકવામાં આવ્યું છે. દરમિયાન ફેન્ટમ ફિલ્મ્સના અનેક શેરહોલ્ડરો પર આવકવેરા વિભાગે ત્રીજા દિવસે પણ દરોડા ચાલુ રાખ્યા હતા.

ક્લાન ટેલેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરનારની પૂછપરછ ચાલી રહી છે. ગુરુવારે મોડી રાત્રે અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર જયા સાહાને પણ બોલાવવામાં આવી હતી.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે ગુરુવારે જણાવ્યું હતું કે કુલ રૂ. 370 કરોડની ટેક્સચોરીનો મામલો બહાર આવ્યો છે. આ ટેક્સ ચોરી શેર ટ્રાન્ઝેકશનનું અંડર વેલ્યુએશન કરીને અને ખોટા ખર્ચ બતાવીને કરવામાં આવી છે.

સીબીડીટીની તપાસમાં ચાર મોટા ખુલાસા
સીબીડીટી અનુસાર પ્રોડકશન હાઉસે પોતાની વાસ્તવિક બોક્સ ઓફિસ આવકની તુલનામાં કમાણી ઓછી બતાવી છે. આ ગડબડી લગભગ રૂ. 300 કરોડની છે, જેનો તેની પાસે હિસાબ નથી. એક પ્રોડકશન હાઉસે શેર ટ્રાન્ઝેકશનમાં શેરનું અંડર વેલ્યુએશન કર્યું. લેણદેણમાં પણ ગડબડી કરી છે. આ મામલો રૂ. 350 કરોડની ટેક્સ ચોરીનો છે. તાપસી પન્નુ પાસેથી રૂ. 5 કરોડની રોકડની લેણદેણની રસીદો મળી છે. અનુરાગ પાસેથી ખોટા ખર્ચના પુરાવા મળ્યા છે. તેણે રૂ. 20 કરોડની ટેક્સ ચોરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...