ધરપકડ:ઉશ્કેરણીજનક વક્તવ્ય બદલ પુણે પોલીસે કાલીચરણનો કબજો લીધો

મુંબઈ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાલીચરણ મહારાજ પર ધાર્મિક લાગણી દુભાવવાનો પણ આરોપ છે

ઉશ્કેરણીજનક વક્તવ્ય માટે કાલીચરણ મહારાજ અને પાંચ અન્ય સામે દાખલ કરાયેલા કેસમાં પુણે પોલીસે બુધવારે છત્તીસગઢમાં રાયપુર પોલીસ પાસેથી કબજો લીધો હતો. રાયપુરની કોર્ટમાંથી ટ્રાન્ઝિટ રિમાંડ લઈને પુણે પોલીસે તેને પમાં લાવી છે, એમ ખડક પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું. પુણે પોલીસે એક કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક વક્તવ્ય કરવા માટે અને ધાર્મિક ભાવનાઓ દુભાવવા માટે કાલીચરણ મહારાજ, જમણેરી પાંખના નેતા મિલિંદ એકબોટે, કેપ્ટન દિગેન્દ્ર કુમાર (નિવૃત્ત) અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે.

છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા મોગલ સમ્રાટ અફઝલ ખાનની હત્યા કરવામાં આવી તેની ઉજવણી કરવા 19મી ડિસેમ્બર, 2021ના રોજ એકબોટે પ્રેરિત સંગઠન હિંદુ આઘાડી દ્વારા શિવ પ્રતાપ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે કાલીચરણ અને અન્યોએ ઉશ્કેરણીજનક વક્તવ્યો કર્યા હતા.આ તમામ સામે ભારતીય ફોજદારી સંહિતાની કલમ 295 (એ) (કોઈ પણ વર્ગની ધાર્મિક લાગણી જાણીબૂજીને અને બદઈરાદાથી દુભાવવી), 298 (કોઈ પણ વ્યક્તિની ધાર્મિક લાગણી દુભાવવી) અને 505 (2) (વૈમનસ્ય, ધિક્કાર પેદા કરવા ખોટું નિવેદન, ધર્મસ્થળે અફવા ફેલાવવી) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

એફઆઈઆર અનુસાર બધા આરોપીઓએ મુસ્લિમ અને ખ્રિસ્તીઓની ધાર્મિક લાગણીઓ દુભાવવાના અને લોકો વચ્ચે કોમી તણાવ પેદા કરવાના હેતુથી ઉશ્કેરણીજનક વક્તવ્ય કર્યાં હતાં.કાલીચરણ મહારાજ સામે રાયપુરના કાર્યક્રમ દરમિયાન મહાત્મા ગાંધીજી વિરુદ્ધ બદનામીકારક ટિપ્પણી કરવા માટે પણ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગયા સપ્તાહમાં મધ્ય પ્રદેશની છત્તીસગઢ પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...