તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પુણે જિલ્લાની સ્થાનિક કોર્ટના જજની લાંચના કેસમાં ધરપકડ

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • કેસ રદબાતલ કરવા લાંચ લીધીઃ અગાઉ ત્રણની ધરપકડ કરી હતી

લાંચના કેસમાં પુણે જિલ્લાની સ્થાનિક કોર્ટના જજની ગુરુવારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પુણે એસીબી દ્વારા અગાઉ આ કેસમાં સસ્પેન્ડેડ પોલીસ સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (ફર્સ્ટ ક્લાસ) અર્ચના જાટકરે તેની આગોતરા જામીન અરજી વિશેષ એસીબી કોર્ટે નકારી કાઢતાં આત્મસમર્પણ કર્યું હતું, જે પછી તેની ધરપકડ કરવામાં આવી હતી, એમ એસીબીનાં એસીબી સીમા મેહંદલેએ જણાવ્યું હતું.

આ પ્રકરણમાં ફરિયાદી ડેરીનો વેપાર કરતો હતો. તેની સામે એક કેસ ચાલતો હતો, જે રદબાતલ કરવા માટે વડગાવ માવલ કોર્ટના જજને તરફેણ કરવા સમજાવવા માટે શુભાવરી ગાયકવાડે રૂ. 2.5 લાખની લાંચની માગણી કરી હતી.આ પછી રૂ. 50,000નો પ્રથમ હપ્તો નક્કી થતાં ફરિયાદીએ એસીબીમાં જાણ કરી હતી, જે પછી 13 જાન્યુઆરીના રોજ છટકું ગોઠવીને ગાયકવાડની રંગેહાથ ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં સસ્પેન્ડેડ પીઆઈ ભાનુદાસ જાધવ સહિત વધુ બે જણની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકરણની વધુ તપાસમાં જજની સંડોવણી બહાર આવી હતી.

જજ જાટકરની આગોતરા જામીન નકારીને એસીબી કોર્ટે 5 એપ્રિલ સુધી કસ્ટડી આપી હતી. સરકારી વકીલ વિલાસ ઘોગરે પાટીલે જણાવ્યું હતું કે એડિશનલ સેશન્સ જજ (વિશેષ કોર્ટ) એસ આર નાવંદરે જાટકરની અરજી નકારી કાઢી હતી. આ ગુનામાં તે મુખ્ય વ્યક્તિ છે અને ચેનાં પગલાં અને નિર્દેશોને આધારે અન્ય આરોપીઓ સંડોવાયા હોવાની નોંધ કોર્ટે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો