તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પુણેની સ્ટાર્ટ-અપે થ્રી-પ્રિંટેડ માસ્ક તૈયાર કર્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એન-95, થ્રી-પ્લાય અને કાપડના માસ્ક કરતાં વધુ પ્રભાવશાળી માસ્ક

થ્રી પ્રિન્ટિંગ અને ફાર્માસ્યુટિકલના એકત્રીકરણમાંથી નવા પ્રકારના માસ્ક તૈયાર થયા છે, જે વાઈરસના કણ સંપર્કમાં આવતાં તેમની પર હુમલો કરે છે. પુણેની થિંકર ટેકનોલોજીઝ સ્ટાર્ટ-અપે વિકસિત કરેલા આ માસ્કને બહારથી વિરુસાઈડ્સ અને વાઈરસરોધક ઘટકોનું કોટિંગ છે.

વાઈરુસિડલ માસ્ક પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની વૈધાનિક સંસ્થાના ટેકનોલોજી વિકાસ મંડળ તરફથી વ્યાવસાયીકરણ માટે આર્થિક સહાય મળેલો અને કોવિડ વિરોધી લડાઈના આરંભિક પ્રોજેક્ટમાંથી એક છે. કોવિડ વિરોધી લડાઈમાંનવા નવા ઉપાય શોધવાની પ્રક્રિયા અંતર્ગત આ પ્રોજેક્ટને મે 2020માં ટેકનોલોજી વિકાસ મંડળ તરફથી આર્થિક સહાય આપવામાં આવી હતી.

આ મુજબ 8 જુલાઈ, 2020ના રોજ કરાર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ કિફાયતી અને વધુ કાર્યક્ષમ માસ્ક કોવિડ-19નો પ્રસાર રોકવામાં સામાન્ય એન-93, થ્રી- પ્લાય અને કાપડના માસ્કની તુલનામાં વધુ પ્રભાવશાળી છે, એવો દાવો 2016માં સ્થાપિત કંપનીએ કર્યો છે.

ઉચ્ચ દરજ્જાના વધુ પ્રભાવશાળી માસ્ક
થિંકર નવા ફાર્માસ્યુટિકલ અને વિવિધ દવાઓના ડ્રગ્સ લોડેડ ફિલામેન્ટ્સ શોધવા માટે ફ્યુઝ્ડ ડિપોઝિશન મોડેલિંગ થ્રીડી- પ્રિંટર્સ વિકસિત કરે છે. સ્થાપક ડાયરેક્ટર ડો. શીતલકુમાર ઝાંબડ કહે છે, ઉચ્ચ દરજ્જાના માસ્કની આવશ્યકતાને લીધે અમે સંક્રમણ રોકવા માટે કિફાયતી અને વધુ પ્રભાવશાળી વાઈરુસિડલ કોટેડ માસ્ક વિકસિત કરવાનો આ પ્રોજેક્ટ હાથમાં લીધો હતો.

ફિલ્ટ્રેશન કરતાં વધુ સંરક્ષણ પ્રદાન કરે છે
આ માસ્ક ફિલ્ટ્રેશન કરતાં વધુ સંરક્ષણ પ્રદાન કરે છે. ડો. ઝાંબડ કહે છે, આ માસ્કમાં વાઈરસ ફિલ્ટ્રેશન કાર્યક્ષમતા 95 ટકાથી વધુ છે. આ પ્રોજેક્ટમાં પ્રથમ જઅમે 3ડી- પ્રિન્ટર્સનો ઉપયોગ કર્યો છે, જેને લીધે પ્લાસ્ટિક – મોલ્ડેડ અથવા 3ડી- પ્રિન્ટેડ માસ્ક કવર પર મલ્ટીલેયર કાપડ ફિલ્ટર અચૂક બેસી જાય.

પેટન્ટ માટે અરજી
દરમિયાન થિંકરે ઉત્પાદનની પેટન્ટ માટે અરજી કરી છે. ડો. ઝુંબડ કહે છે, અમે એક ખાનગી કંપની સાથે ઉત્પાદન માટે કરાર કર્યો છે અને વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કરાયું છે. દરમિયાન એક સ્વયંસેવા સંસ્થાએ નંદુરબાર, નાશિક અને બેન્ગલુરુ ખાતે ચાર સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવા કામગારોના ઉપયોગ માટે અને બેન્ગલુરુમાં બાળકીઓની સ્કૂલ અને કોલેજમાં પણ 6000 માસ્ક વહેંચ્યા છે.

અન્ય સમાચારો પણ છે...