તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:મનોરોગીએ વૃદ્ધ પિતાની ક્રિકેટ સ્ટમ્પથી હત્યા કરી

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પુત્ર 2018થી કૂપર હોસ્પિટલમાં સારવાર લેતો હતો

નજીવી બાબતે ઝઘડો થતાં સ્કિઝોફ્રેનિયાથી પીડાતા 38 વર્ષીય દર્દીએ ક્રિકેટ સ્ટમ્પના ઘા ઝીંકીને વૃદ્ધ પિતાની હત્યા કરી નાખી હતી. જોગેશ્વરી પશ્ચિમમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. જોગેશ્વરી પશ્ચિમમાં ઓશિવરામાં આરોપી પોતાના પિતા સાથે રહેતો હતો. તે પેરેનોઈડ સ્કિઝોફ્રેનિયાની બીમારીથી પીડાતો હતો અને તેથી 2018થી કૂપર હોસ્પિટલમાં સારવાર લેતો હતો. છેલ્લાં આઠ વર્ષમાં તેને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવો પડ્યો હતો.

ગઈકાલે સાંજે આરોપી ઘરમાં હતો. પિતા પણ ઘરમાં હતા જ્યારે આરોપીનો મોટો ભાઈ કામે હતો. આરોપી કોઈને કહ્યા વિના સાંજે ઘરની બહાર નીકળી ગયો હતો. થોડા કલાકો પછી તે પાછો આવતાં ચિંતિત પિતાએ ઠપકો આપ્યો હતો. આથી રોષે ભરાયેલા આરોપીએ પિતાના માથામાં ક્રિકેટ સ્ટમ્પથી ઘા ઝીંક્યા હતા, જેને લઈ પિતા ત્યાં જ ફસડાઈ પડ્યા હતા.

પાડોશીઓને અવાજ આવતાં તેઓ દોડી આવ્યા હતા. તે સમયે વૃદ્ધને બેભાન જોતાં તેમના મોટા પુત્રને જાણ કરી હતી, જે ઘરમાં દોડી આવ્યા હતા. વૃદ્ધને નજીકના દવાખાનામાં લઈ જવાયા હતા, જ્યાંથી ડોક્ટરોએ કૂપર હોસ્પિટલમાં લઈ જવા જણાવ્યું હતું. જોકે ત્યાં જતાં તેમને મૃત ઘોષિત કરાયા હતા. પોલીસે મૃતકના પુત્રની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો