તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Provision Of Rs. 1367.66 Crore To Be Made For Possible Wave, Various Schemes Will Be Made For Urgent Matters

જોગવાઈ:સંભવિત લહેર માટે કરવા 1367.66 કરોડની જોગવાઈ, અત્યાવશ્યક બાબતો માટે વિવિધ યોજના કરાશે

મુંબઈ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે રાજ્ય સરકારે આર્થિક જોગવાઈઓ કરવાનું શરૂ કરી દીધું છે. રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારે રૂ. 1367.66 કરોડની જોગવાઈ કરી છે. કોવિડ પ્રતિબંધ માટે કરવામાં આવેલી આ વિશેષ જોગવાઈને લીધે અત્યાવશ્યક બાબતો માટે વિવિધ ઉપાયયોજના કરવામાં આવશે, એમ જાહેર આરોગ્ય રાજ્યમંત્રી રાજેન્દ્ર પાટીલ- યડ્રાવકરે જણાવ્યું હતું.કોવિડ-19ની સંભવિત લહેરને પ્રતિબંધ કરવા માટે અને કોરોના વાઈરસનો ફેલાવો રોકવા માટે રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન અંતર્ગત આ જોગવાઈ કેન્દ્ર અને રાજ્ય સરકારે કરી છે.

આમાં કેન્દ્રોનો હિસ્સો રૂ. 820.77 કરોડ છે, જ્યારે રાજ્યનો હિસ્સો રૂ. 547.18 કરોડ છે. કુશળ- અકુશળ મનુષ્યબળ, અત્યાવશ્યક દવાઓ, યંત્રસામગ્રી, કોવિડ તપાસ માટે જરૂરી કિટ્સ, નાના બાળકો અને નવજાત શિશુઓ માટે આઈસીયુની સ્થાપના, ઓક્સિજનની ભરપૂર ઉપલબ્ધતા, ઓક્સિજનના બેડ્સ સજ્જ રાખવા સાથે ટેલિમેડિસીનની સુવિધા ઉપલબ્ધ કરી અપાશે, એમ તેમણે જણાવ્યું હતું.

21 હોસ્પિ.માં ICU
નાના બાળકો, નવજાત શિશુઓ માટે રાજ્યની જિલ્લા હોસ્પિટલો, તબીબી કોલેજો સાથે સંલગ્ન 21 હોસ્પિટલોમાં 32 બેડ્સના આઈસીયુ ઊભા કરાઈ રહ્યા છે. કોલ્હાપુર જિલ્લાના ગડહિંગલજ ખાતે પણ આઈસીયુ ઊભું કરાઈ રહ્યું છે. 36 સ્થળે 42 બેડ્સનાં નવજાત શિશુ અને નાના બાળકો માટે આઈસીયુ તૈયાર કરાશે. આમાં કોલ્હાપુરની સીપીઆર હોસ્પિટલ અને ઈચલકરંજીની ઈન્દિરા ગાંધી હોસ્પિટલનો સમાવેશ થાય છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સ્તરે 6 બેડ્સનું આઈસીયુ નિર્માણ કરાશે. આરોગ્યવર્ધિની કેન્દ્રમાં પણ 20 બેડ્સનું આઈસીયુ ઊભું કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...