તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:ઓનલાઈન, દુકાનો અને રસ્તાઓ પર રાષ્ટ્રધ્વજના માસ્કના વેચાણનો વિરોધ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રધ્વજનું અવમાન કરનારા સામે કાર્યવાહી કરવા માગ

ભારતીય રાષ્ટ્રધ્વજ કરોડો ભારતીયો માટે અસ્મિતાનો વિષય છે. અમુક અપવાદોને બાદ કરતાં તેનો અન્ય કોઈ પણ બાબતો માટે ઉપયોગ કરવો કાયદાથી દખલપાત્ર અને અજામીનપાત્ર ગુનો છે. આમ છતાં ઓનલાઈન, દુકાનોમાં અને રસ્તાઓ પર 15 ઓગસ્ટ નિમિત્તે ભારતીય રાષ્ટ્રધ્વજ જેવા બનાવેલા માસ્કનું મોટે પાયે વેચાણ થઈ રહ્યું છે. તેમની સામે રાષ્ટ્રધ્વજનું અવમાન કરવા સંબંધે ગુનો દાખલ કરીને કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ, એવી માગણી હિંદુ જનજાગૃતિ સમિતિના સુરાજ્ય અભિયાન ઉપક્રમ વતી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસે એક નિવેદન થકી કરવામાં આવી છે.

સુરાજ્ય અભિયાનના સમન્વયક અધિવક્તા નીલેશ સાંગોલકરે જણાવ્યું હતું કે રાષ્ટ્રધ્વજ સજાવટ કરવાનું માધ્યમ નથી. આવા પ્રકારના માસ્ક ઉપયોગ કરવાથી છીંક આવતાં અને તેમાં થૂંક લાગતાં તે અસ્વચ્છ થાય છે. ઉપરાંત ઉપયોગ પછી તે કચરાપેટીમાં જઈને રાષ્ટ્રધ્વજનું અવમાન થાય છે અને આવું કરવું રાષ્ટ્રીય માનચિહનનો દુરુપયોગ રોકતો કાયદો 1950, કલમ 2 અને 5 અનુસાર અને રાષ્ટ્ર પ્રતિષ્ઠા અવમાન પ્રતિબંધ ધારા 1971ની કલમ 2 અનુસાર અને બોધચિહન અને નામ (અનુચિત ઉપયોગ પર પ્રતિબંધ) ધારા 1950 એમ ત્રણ કાયદા અનુસાર દંડનીય ગુનો છે.

આથી સરકારે આ કાયદાનો કડક અમલ કરવો જોઈએ એવી માગણી પણ નિવેદન દ્વારા કરવામાં આવી છે. આ જ રીતે ગયા વર્ષે અરુણાચલ પ્રદેશ સરકારે અશોકચક્ર ધરાવતા 60,000 તિરંગાના માસ્ક વિદ્યાર્થીઓમાં વિતરણ કર્યું હતું. આવું કરવું ધ્વજ સંહિતાનું ઉલ્લંઘનછે. આથી કેન્દ્ર સરકારે રાજ્યોને માર્ગદર્શક સૂચનાઓ આપવી જોઈએ અને 2011માં આ સંબંધમાં જનહિત અરજી પર મુંબઈ હાઈ કોર્ટે સરકારને રાષ્ટ્રધ્વજનું થતું અપમાન રોકો એવા નિર્દેશ આપ્યા હતા તેને અનુસરીને કાર્યવાહી થવી જોઈએ, એવી માગણી પણ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...