તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સંક્રમણ:મુંબઈમાં માસ્ક વિના ફરતા 4.5 લાખથી વધુ લોકો પર કાર્યવાહી

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાનું જોખમ હોવા છતાં માસ્ક વિના ફરતા લોકોનું પ્રમાણ હજી ઓછું થયું નથી

કોરોનાનું સંક્રમણ રોકવા માટે મુંબઈમાં માસ્ક વિના ફરતા લોકો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા 240 દિવસમાં માસ્ક વિના ફરતા 4,58,738 જણ પર કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી રૂ. 9,53,81,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. કોરોનાની પાર્શ્વભૂમિ પર કેન્દ્ર સરકારે દેશમાં લોકડાઉન ઘોષિત કર્યા પછી કોરોનાનું સંક્રમણ રોકવા માટે ઘરથી બહાર નીકળતા લોકો માટે માસ્ક પહેરવો ફરજિયાત કરવામાં આવ્યું છે. માસ્ક વગર ફરતા લોકો પર દંડની કાર્યવાહીની શરૂઆત 20 એપ્રિલથી કરવામાં આવી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તબક્કાવાર અનલોકની પ્રક્રિયા શરૂ થયા પછી વધુમાં વધુ લોકો સાર્વજનિક ઠેકાણે અવરજવર કરવા લાગ્યા છે. પણ કોરોનાનું જોખમ હોવા છતાં માસ્ક વિના ફરતા લોકોનું પ્રમાણ હજી ઓછું થયું નથી.

ઝોન 2માં સૌથી વધારે દં
મહાપાલિકા તરફથી માસ્ક વિના ફરતા લોકોમાં સૌથી વધારે દંડ ઝોન ૨ના રહેવાસીઓને કરવામાં આવ્યો છે. એમાં કુલ 85,061 લોકો પર કાર્યવાહી કરીને તેમની પાસેથી રૂ. 1,73,43,500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. ઝોન 2માં આવતા એફ દક્ષિણ વોર્ડના પરેલ-લાલબાગ, શિવરી, કાલાચોકી, નાયગાવ ખાતે 23,258 જણ પર કાર્યવાહી કરીને રૂ. 46,58,900નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. એફ ઉત્તરના વડાલા, માટુંગા, સાયનના 19,113 લોકો પર કાર્યવાહી કરીને રૂ. 41,33,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

સાર્વજનિક ઠેકાણે થૂંકતા લોકો પાસેથી દંડ
સાર્વજનિક ઠેકાણે થૂંકતા લોકો પર 17 સપ્ટેમ્બરથી દંડની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. અત્યાર સુધી 71 દિવસમાં 6258 લોકો પર કાર્યવાહી કરીને તેમની પાસેથી રૂ. 1,22,01,700નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. માસ્ક વિના ફરતા લોકોનું પ્રમાણ ઓછું છે એવા મહાપાલિકાના ઝોન ૫ના એલ, એમ પૂર્વ અને એમ પશ્ચિમ વોર્ડમાં સાર્વજનિક ઠેકાણે થૂંકતા લોકોની સંખ્યા વધારે છે. ઝોન 5ના 1562 લોકો પર કાર્યવાહી કરીને રૂ. 2,97,800નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...