તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રાયોગીક અમલ:લોકલ ટ્રેનની બંને દિશામાં મોટરમેન રાખવા પ્રસ્તાવ

મુંબઇ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 15 ડબ્બાની લોકલમાં પ્રાયોગીક અમલ થશે

ગિરદીના સમયે લોકલ પ્લેટફોર્મથી ઝટ છૂટે, મોટરમેનોને દરેક નવી ફેરીમાં પોતાની સીટ પર પહોંચવા દોડાદોડી કરવી ન પડે એ માટે લોકલની બંને દિશામાં મોટરમેન તૈનાત કરવાનો પ્રસ્તાવ છે. પશ્ચિમ રેલવેએ પોતાની પંદર ડબ્બાની લોકલમાં પ્રાયોગિક ધોરણે આ યોજના અમલમાં મૂકવાનો વિચાર શરૂ કર્યો છે. એના લીધે ગાર્ડની નોકરીઓમાં કપાત થવાની શક્યતા છે અને મોટરમેનના વધારે પદ ભરવા પડશે.

મુંબઈ ઉપનગરીય માર્ગ પર દોડતી લોકલ ટ્રેનના ઓપરેશન સરળતાથી ચાલુ રહે એ માટે બંને દિશામાં મોટરમેન હોવા જોઈએ એવો પ્રસ્તાવ છે. મોટરમેન તરફથી અનેક વખત લાલ સિગ્નલ ઓળંગવું અર્થાત સિગ્નલ પાસ એટ ડેંજર તો ક્યારે પ્લેટફોર્મ છોડીને લોકલ આગળ લઈ જવી એટલે કે પ્લેટફોર્મ ઓવર શૂટિંગ કરવાની ગંભીર ઘટનાઓ બને છે. તેથી મોટરમેનનું તત્કાળ સસપેન્શન કરવામાં આવે છે અને પૂછપરછમાંથી છૂટે નહીં ત્યાં સુધી એ લોકલ ચલાવી શકતો નથી. તેથી પહેલાં જ મોટરમેનની સંખ્યા ઓછી છે એટલે અન્ય મોટરમેનો પર તાણ આવે છે. તેથી સહાયક મહાવ્યવસ્થાપકના માર્ગદર્શન હેઠળ એક સ્પેડ કમિટી નિમવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...