• Gujarati News
  • Local
  • Mumbai
  • Property Worth Crores Of Rupees Was Found From The House Of The Head Of The Examination Department

શિક્ષક પાત્રતા પરીક્ષા ગોટાળો:પરીક્ષા વિભાગના પ્રમુખના ઘરમાંથી કરોડો રૂપિયાની માલમતા મળી આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તુકારામ સુપે - Divya Bhaskar
તુકારામ સુપે
  • પરીક્ષામાં છાત્રોને પાત્ર કરવાની સામે લાંચ લીધી

ટીઈટી (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ- શિક્ષક પાત્રતા પરીક્ષા) પરીક્ષાઓમાં ગેરરીતિ સંબંધમાં રાજ્ય સરકારના પરીક્ષા વિભાગના પ્રમુખ અને મહારાષ્ટ્ર પરીક્ષા પરિષદના કમિશનર તુકારામ સુપેની ધરપકડ કરવામાંઆવી છે. ટીઈટીમાં લાંચ લઈને વિદ્યાર્થીઓને પાસ કર્યા હોવાનો તેમની પર ગંભીર આરોપ છે. પુણે સાઈબર પોલીસે સુપે સાથે અભિષેક સાવરીકર સહિત ત્રણ જણની આ કેસમાં ધરપકડ કરી છે. સુપેના ઘર પર સોમવારે ફરીથી પોલીસે દરોડા પાડ્યા હતા. તેમાં સુપેના ઘરમાંથી કરોડોની બિનહિસાબી માલમતા મળી આવી છે. સુપેના ઘરમાંથી લગભગ રૂ. 2 કરોડની રોકડ મળી આવી છે. ઉપરાંત દોઢ કિલો સોનું મળી આવ્યું છે. હજુ આ અંગે વધુ તપાસ ચાલી રહી છે, એમ પુણેના કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.

આ આખો ગોટાળો રૂ. 4.20 કરોડનો હોવાનો હાલમાં અંદાજ છે. દરેક વિદ્યાર્થીઓ પાસેથી આરોપીઓએ રૂ. 50,000થી રૂ. 1 લાખ લીધા હતા. નોંધનીય છે કે મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા પરિષદ તરફથી ધોરણ 5મું અને 8મું શિષ્યવૃત્તિ પરીક્ષા, શિક્ષક પાત્રતા પરીક્ષા, ટાઈપિંગ અને શોર્ટહેન્ડ પરીક્ષા, ઈસીબી સ્કોલરશિપ પરીક્ષા, ખાતા અંતર્ગત સેવા પરીક્ષા, ડી.એલ.ઈ.ડી.ઈ. પરીક્ષાનું આયોજન ખાનગી કોન્ટ્રાક્ટ કંપની થકી શિક્ષણ વિભાગ પાસેથી કરવામાં આવે છે.

તે માટે 2019માં નીકળેલી શિક્ષક પાત્રતા પરીક્ષાની જાહેરાત અનુસાર 19મી જાન્યુઆરી, 2020ના રોજ પાત્રતા પરીક્ષા યોજવા જી.એ. સોફ્ટવેર કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.આ કંપનીના મહારાષ્ટ્રના સંચાલક પ્રીતિશ દેશમુખની આ બધી જવાબદારી હતી. તેનો લાભ લઈને સુપે અને શિક્ષણ વિભાગના સલાહકાર સાવરીકરને વિશ્વાસમાં લીધા અને અલગ અલગ એજન્ટોની મધ્યસ્થી કરીને વિદ્યાર્થીઓને પાત્ર કરવાની સામે મોટી રકમની લાંચ લીધી. આ પછી પરીક્ષાનાં પરિણામોની પ્રક્રિયા દરમિયાન ફેરફાર કરીને તેમને પાત્ર કરવામાં આવ્યા હતા.

મ્હાડાની પરીક્ષાની તપાસમાં બહાર આવ્યું
રાજ્યમાં લાગલગાટ આરોગ્ય વિભાગ અને મ્હાડાની પરીક્ષાઓમાં પેપર લીક થયા હતા. આ બંને પરીક્ષાઓ રદ કરવી પડી હતી, જેને કારણે સરકારની ભારે ટીકા થઈ હતી. આથી આ પ્રકરણ પુણે સાઈબર સેલને તપાસ માટે સોંપવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન ટીઈટીમાં પણ ગોટાળો થયો હોવાનું બહાર આવ્યું હતું. હવે અન્ય યોજાઈ ગયેલી પરીક્ષાઓ સામે પણ પ્રશ્નાર્થ મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...