મિલકતોનું રજિસ્ટ્રેશન:મુંબઈમાં મિલકતની નોંધણી સપ્ટેમ્બર ૨૦૨૧માં દસ વર્ષની ઊંચાઈએ પહોચીં

મુંબઈ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓછા વ્યાજ દર અને ડેવલપરો દ્વારા પ્રોત્સાહનો કારણભૂત

વિક્રમી ઓછા હોમ લોન વ્યાજ દર અને ડેવલપરો દ્વારા ઓફર કરવામાં આવતાં પ્રોત્સાહનોને લઈને સપ્ટમ્બર ૨૦૨૧માં ફરી એક વાર મુંબઈમાં મિલકતોની નોંધણી ૧૦ વર્ષની ટોચે જોવા મળી છે. સ્ટેમ્પ ડ્યુટી એન્ડ રજિસ્ટ્રેશન્સ ડિપાર્ટમેન્ટ અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૧માં મુંબઈમાં ૭૭૯૯ મિલરતોનું રજિસ્ટ્રેશન થયું હતું, જે ઓદસ્ટ ૨૦૨૧માં ૬૭૮૪ રજિસ્ટ્રેશનની તુલનામાં ૧૫ ટકા વધ્યું છે, જ્યારે સપ્ટેમ્બર ૨૦૨૦માં ૫૫૯૭ યુનિટ્સની નોંધણીની તુલનામાં ૩૯ ટકી વધ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૧એ રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીના રૂપમાં રૂ. ૫૨૫ કરોડની આવક રળી આપી છે.કોરોનાકાળ બાદ ઓછી કિંમત, વધુ પારદર્શકતા, ભારે વળતરો અને સુધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચરને લીધે ઘર ખરીદદારો અને રોકાણકારો પણ નિવાસી મિલકતમાં રોકાણ કરવા વધુ આકર્ષિત થઈ રહ્યા છે.

એરપોર્ટ, હાઈવે, હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થા, એન્ટરટેઈનમેન્ટ સ્થળો, રિક્રિયેશનલ સેન્ટરો આસપાસ મિલકતોની માગણીમાં જબરો ઉછાળો આવ્યો છે, એમ ટ્રાન્સકોન ડેવલપર્સના ડાયરેક્ટર શ્રદ્ધા કેડિયા અગરવાલે જણાવ્યું હતું.મહામારીને લીધે ગ્રાહકોને હવે પોતાનું ઘર વસાવવાનું મહત્ત્વ સમજાયું છે. આથી ભાડાં પર રહેનારા પણ પોતાનું ઘર વસાવવા પર ભાર આપી રહ્યા છે. આને કારણે એફોર્ટેબલ અને લક્ઝરી હાઉસિંગમાં પણ નોંધપાત્ર ધસારો જોવા મળી રહ્યો છે, એમ સેટેલાઈટ ડેવલપર્સના વીપી હિમાંશુ જૈને જણાવ્યું હતું.૨૦ સપ્ટેમ્બર પછી શ્રાદ્ધ બેઠું હોવાથી વેચાણ ઘટ્યું હતું, પરંતુ ૭ ઓક્ટોબરથી તહેવારની મોસમમાં ફરી ઉછાળો જોવા મળી શકે છે, એમ સીઆર રિયાલ્ટીના ચિરાગ રામકૃષ્ણને જણાવ્યું હતું. અત્યાધુનિક એમિનિટીઝ, ખુલ્લી જગ્યા, સ્પષ્ટ નજારો વગેરે સાથેના અર્બન કોમ્યુનિટીઝમાં મોટી અને હરિત મિલકતોની માગણી વધી છે, એમ પ્રેસ્કોન ગ્રુપના વિનય કેડિયાએ જણાવ્યું હતું.

વર્ક ફ્રોમ હોમ સંસ્કૃતિને લીધે લોકો મોટી જગ્યામાં અપગ્રેડ કરવા માગે છે તે પણ માગણીમાં ઉછાળાનું એક મહત્ત્વનું કારણ છે, એમ ધ ગાર્ડિયન્સ રિયલ એસ્ટેટ એડવાઈઝરીના રામ નાઈકે જણાવ્યું હતું. લોકોને હવે એવું લાગી રહ્યું છે કે નિવાસી મિલકત વસાવવાનો આ જ ઉત્તમ સમય છે, એમ ક્રેડાઈ એમસીએચઆઈના સેક્રેટરી પ્રિતમ ચિવુકુલાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...