તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:કાલાઘોડાના એસ્પ્લેનેડ મેન્શન અંગેના પ્રસ્તાવ પર કાર્યવાહી

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • IIT મુંબઈએ આ જર્જરિત ઈમારતને જમીનદોસ્ત કરવાની સલાહ આપેલી

કાલાઘોડા ખાતેની જાણીતી ઈમારત એસ્પ્લેનેડ મેન્શનની જૂની જાહોજલાલી પાછી મેળવી આપવાના પ્રસ્તાવને ઈમારતના માલિકે રજૂ કર્યા પછી એના પર મહાપાલિકા અને મ્હાડાને તાત્કાલીક કાર્યવાહી કરવી એવો આદેશ કોર્ટે આપ્યો હતો. જર્જરિત થયેલી આ ઈમારત જમીનદોસ્ત કરવાની ભલામણ આઈઆઈટી મુંબઈએ કરી હતી.

એક સમયે દક્ષિણ મુંબઈની ઓળખ સમાન આ ઈમારતનું સંવર્ધન કરવું અને એની જૂની જાહોજલાલી પાછી મેળવી આપવી શક્ય હોવાનો અહેવાલ કોર્ટે નિયુક્ત કરેલા નિષ્ણાતે આપ્યા પછી ઈમારતના માલિક અને આ ઈમારતમાં કાર્યાલયો ધરાવતા લોકોના વકીલોએ એનો ખર્ચ ઉંચકવાની તૈયારી દર્શાવી હતી. ઈમારતને પૂર્વવત કરવા માટે રૂ. 50 કરોડનો ખર્ચ થશે. એમાંથી રૂ. 20 કરોડ ભેગા કરવામાં આવ્યા હોવાનું ઈમારતના માલિકે કોર્ટને જણાવ્યું હતું.

ઈમારતની જૂની જાહોજલાલી મેળવી આપવાનો પ્રસ્તાવ માલિકે મહાપાલિકાના પુરાતન વારસા સમિતિ પાસે રજૂ કરવો. સમિતિ એના પર નિર્ણય લે પછી એ પ્રસ્તાવ પહેલાં મ્હાડા પાસે અને પછી અંતિમ મંજૂરી માટે મહાપાલિકા પાસે આવશે એવી માહિતી મહાપાલિકા તરફથી એડવોકેટ અનિલ સાખરેએ કોર્ટને આપી હતી.કોર્ટે એની નોંધ લઈને માલિકને બે થી ત્રણ અઠવાડિયામાં સમિતિ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવાનો અને સમિતિને એના પર વહેલાસર નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતો.

મ્હાડા અને મહાપાલિકાએ પણ આગળની કાર્યવાહી વહેલાસર કરવી એમ સ્પષ્ટ કર્યું. ઈમારતની જૂની જાહોજલાલી પાછી મેળવી આપવાની યોજના તૈયાર કરનારા નિષ્ણાતોને ઈમારતમાં જઈને નિરીક્ષણ કરવા આપવાનો આદેશ મ્હાડાને આપવો એવી માગણી આ સમયે માલિક તરફથી કોર્ટમાં કરવામાં આવી હતી. એના પર નિષ્ણાતો ઈમારતમાં જઈને નિરીક્ષણ કરે તો અમને કોઈ વાંધો નથી એમ મ્હાડા તરફથી એડવોકેટ પ્રકાશ લાડે કોર્ટને જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...