• Gujarati News
  • Local
  • Mumbai
  • Proceedings Against Twenty Hospitals Without Firesafety, Legal Action Was Taken Against All Of Them

સર્વેક્ષણ:ફાયરસેફ્ટિ વિનાની વીસ હોસ્પિટલ સામે કાર્યવાહી, આ તમામ વિરુદ્ધ કાયદાકીય સકંજો કસાયો

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

હોસ્પિટલોમાં આગ લાગીને થતી જીવહાની રોકવા માટે મહાપાલિકા તરફથી સમગ્ર મુંબઈની તમામ હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં અગ્નિસુરક્ષાની તપાસ કરવામાં આવી રહી છે. એમાં 1517 ખાનગી હોસ્પિટલોના સર્વેક્ષણમાં 20 હોસ્પિટલોએ અગ્નિશમન યંત્રણા ઊભી કરવામાં સમય આપવા છતાં અમલબજાવણી કરી ન હોવાથી તેમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્ય સહિત મુંબઈ પરિસરમાં છેલ્લા થોડા મહિનામાં હોસ્પિટલોમાં લાગેલી આગમાં જીવહાની થઈ હોવાથી હોસ્પિટલોની સુરક્ષાનો પ્રશ્ન સપાટી પર આવ્યો છે.

9 જાન્યુઆરીના ભંડારા જિલ્લા હોસ્પિટલમાં શિશુ કેર સેંટરમાં લાગેલી આગમાં 10 શિશુઓનો ભોગ લેવાયા બાદ આ પ્રશ્ન વધુ અધોરેખિત થયો. તેથી મહાપાલિકા તરફથી મુંબઈના નર્સિંગ હોમ અને હોસ્પિટલોમાં અગ્નિસુરક્ષાનું ઓડિટ કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ અગ્નિસુરક્ષાની તપાસ ચાલુ રહેશે અને યંત્રણા નહીં હોય તો કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી અગ્નિશમન દળ તરફથી આપવામાં આવી હતી.અગ્નિશમન યંત્રણા નહીં હોય તો શરૂઆતમાં નોટિસ આપીને 120 દિવસમાં અગ્નિશમન યંત્રણા ઊભી કરવાનો નિર્દેશ આપવામાં આવતો હતો.

અન્ય સમાચારો પણ છે...