તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગોતરા પગલાં:સોમૈયા, મલાડ અને કાંજુરમાર્ગ ખાતે કોરોના કેન્દ્રોનું ખાનગીકરણ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભવિત ત્રીજી લહેરમાં બેડની અછત ન વર્તાય એ માટે આગોતરા પગલાં

મુંબઈમાં નવેસરથી થયેલા સોમૈયા, મલાડ અને કાંજુરમાર્ગ ખાતેના કોરોના કેન્દ્રો ખાનગી ધોરણ ચલાવવા આપવામાં આવશે. એ માટે મહાપાલિકાએ ટેંડર જાહેર કર્યા છે. એમાં આઈસીયુ, ઓક્સિજન બેડ અને રેગ્યુલર બેડ સહિત બાળકોના 200 બેડ પણ ખાનગી ધોરણે ચલાવવા માટે ખાનગી સંસ્થાઓ તરફથી પ્રસ્તાવ મગાવવામાં આવ્યા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં દર્દીઓની સંખ્યા વધે તો બીજી લહેરની જેમ બેડની અછત ન વર્તાય એ માટે મહાપાલિકાએ સોમૈયા, મલાડ અને કાંજુરમાર્ગમાં કોરોના કેન્દ્ર શરૂ કર્યા છે.

પણ આ કેન્દ્રો ચલાવવા માટે મનુષ્યબળ ઉપલબ્ધ કરવું અને વ્યવસ્થાપન કરવાની જવાબદારી ખભે ઉપાડવાના બદલે મહાપાલિકાએ ખાનગી સંસ્થાઓને ચલાવવા આપવાનો નિર્ણય લીધો છે. ત્રણ મહિનાના સમયગાળા માટે આ કેન્દ્ર ચલાવવા 27 જૂનના ટેંડર પણ જાહેર કર્યા હતા જેની મુદત 3 જુલાઈના પૂરી થઈ ગઈ છે.

મહાપાલિકા તરફથી આ સુવિધાઓ હશે
બેડ સહિત જરૂરી મશીનરી, દવાઓ, વ્યક્તિગત સુરક્ષા સાધનો મહાપાલિકા તરફથી આપવામાં આવશે. મનુષ્યબળનું વ્યવસ્થાપન સંસ્થાએ જ કરવાનું રહેશે. કર્મચારીઓનો વીમો, ભોજન, રહેવાની વ્યવસ્થા અને પ્રવાસની સુવિધા સંસ્થા તરફથી આપવામાં આવશે. કર્મચારીઓને એક સમયનો અલ્પાહાર અને ભોજન મહાપાલિકા તરફથી આપવામાં આવશે. આઈસીયુ વિભાગના વ્યવસ્થાપનમાં બાયોમેડિકલ એન્જિનિયર પણ સંસ્થાએ આપવો એમ ટેંડરમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...