તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની ખટપટ:એનએમપીને નામે ખાનગીકરણ ભાજપ સરકારે લગાવેલું ભવ્ય સેલઃ પી ચિદંબરમ

મુંબઈ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમુક ઉદ્યોગપતિ મિત્રોની મોનોપોલી તૈયાર કરવા માટે મોદી સરકારની ખટપટ
  • રેલવે અને એરપોર્ટ જેવી સરકારી માલમતા એનએમપી અંતર્ગત ખાનગીકરણ કરાય પણ તે માલમતા અથવા સંસ્થાઓમાં કામ કરનારા કર્મચારીઓનું શું થશે

છેલ્લાં 70 વર્ષમાં કોંગ્રેસે સત્તામાં રહીને કશું કર્યું નહીં એવી છેલ્લાં 7 વર્ષથી બૂમો પાડનારી મોદી સરકાર હવે કોંગ્રેસ સત્તામાં હતી ત્યારે જે બાબતો જે સ્વાયત્ત સંસ્થા અને માલમતા ઊભી કરી તે જ વેચવા માટે કાઢી છે. એટલે કે, એક અર્થમાં તેમણે માન્ય કર્ચું છે કે આ વિકાસ કોંગ્રેસે જ કર્યો છે. જેએનપીટી, એરપોર્ટ, રેલવે જેવી દેશની સરકારી સંસ્થાઓના ખાનગીકરણને નામે વેચવા કાઢી છે, એમ ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાં મંત્રી પી ચિદંબરમે આજે મુંબઈમાં જણાવ્યું હતું.આને તેમણે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન (એનએમપી) નામ આપ્યું છે.

નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહે છે કે અમે સરકારી માલમતા વેચતાં નથી પરંતુ આ બધી માલમતા અમે ઉદ્યોગપતિઓને ભાડાના ધોરણે ચલાવવા માટે આપી રહ્યા છીએ. દેશને તેના થકી રૂ. 6,00,000 કરોડ મહેસૂલ મળશે. જોકે આવું કહીને દેશની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. એનએમપીને નામે આ સરકારી માલમતા એક રીતે વેચવા માટે કાઢી છે. એનએમપીને નામે કરવામાં આવનારું ખાનગીકરણ નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભાજપ સરકારે લગાવેલું એક ભવ્ય સેલ છે, એવી ટીકા તેમણે કરી હતી.

આ સમયે પ્રદેશાધ્યક્ષ નાના પટોલે, મુંબઈ અધ્યક્ષ ભાઈ જગતાપ, કાર્યાધ્યક્ષ ચરણસિંહ સપ્રા, માજી મુખ્ય મંત્રી અશોક ચવ્હાણ, વિધાનસભ્ય ઝિશાન સિદ્દિકી, ભૂષણ પાટીલ, સંદેશ કોંડવિલકર વગેરે હાજર હતા. ચિદંબરમે જણાવ્યું કે એનએમપી બાબતે સીતારામને કોઈ સ્પષ્ટતા કરી નથી. સરકારી માલમતા ભાડાના ધોરણે ચલાવવા માટે આપવાની છે તે કયા માપદંડને આધારે છે તે વિશે તેઓ કશું બોલતાં નથી. ભાડાંના ધોરણે 30-40 વર્ષના કરાર પૂરા થયા પછી તે માલમતા ફરી એક વાર સરકારના અખત્યારમાં આવશે.

જોકે 30-40 વર્ષે તે માલમતાનો કબજો ફરી સરકાર પાસે આવશે ત્યારે તે માલમતાના મૂલ્યનું શું કરશો, તે માલમતાનું અવમૂલ્યન થશે, તેનો વિચાર સીતારામને કર્યો નથી. માલમતા ભાડાના ધોરણે આપ્યા પછી તેની દેખભાળનું શું થશે. તે હાલમાં છે એ જ સ્થિતિમાં મળશે એવી ખાતરી છે કે આ વિશે શંકા છે.

રેલવે અને એરપોર્ટ જેવી સરકારી માલમતા એનએમપી અંતર્ગત ખાનગીકરણ કરાય પણ તે માલમતા અથવા સંસ્થાઓમાં કામ કરનારા કર્મચારીઓનું શું થશે. દેશમાં પહેલા જ રોજગાર સ્થિર નથી. દેશમાં લાખ્ખો લોકો આજે પણ બેરોજગાર છે. આવી પરિસ્થિતિમાં સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ થયા પછી વધુ રોજગાર ડૂબશે નહીં એવી ખાતરી સરકાર આપી શકશે, એવ પ્રશ્ન તેમણે કર્યો હતો.

સંસદમાં વિશ્વાસમાં લેવાતા નથી
ખાનગીકરણ સામે અમારો વિરોધ નથી, પરંતુ સહકારી પક્ષો સાથે વિચારવિનિમય કર્યા વિના અને વિરોધી પક્ષોને વિશ્વાસમાં લીધા વિના સાગમટે બધી સરકારી માલમતાનું ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવો તે દેશના હિતમાં નથી. મોદી આ બાબતે કોઈ ઉત્તર આપતા નથી. ખાનગીકરણને નામે અમુક ઉદ્યોગપતિ મિત્રોને માલમતા વેચવાનો આ કારસો છે. દેશમાં ઉદ્યોગપતિ મિત્રોની મોનોપોલી તૈયાર કરવા માટે મોદી સરકારની આ ખટપટ છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...