મહાપાલિકાની કેઈએમ હોસ્પિટલમાં આગામી અઠવાડિયેથી ખાનગી પેઈડ બેડની સુવિધા શરૂ થશે. આ ઉપક્રમમાં શરૂઆતમાં 17 બેડ શરૂ કરવામાં આવશે. આ ઠેકાણે મહાપાલિકાની સ્પેશિયાલીસ્ટ ડોકટર તરફથી સારવારની સુવિધા ઉપલબ્ધ કરી આપવામાં આવશે એવી માહિતી અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ આપી હતી. આ બેડ માટે ખાનગી હોસ્પિટલોની જેમ વાજબી શુલ્ક લઈને સારવાર કરવામાં આવશે.
મુંબઈ મહાપાલિકાની કેઈએમ, નાયર, સાયન અને કૂપર જેવી મોટી હોસ્પિટલ છે. ઉપરાંત કસ્તુરબા વિશેષ વાઈરસ હોસ્પિટલ સહિત 16 ઉપનગરીય હોસ્પિટલ, પ્રસુતિગૃહ, દવાખાના છે. ત્યાં મહાપાલિકાના માધ્યમથી મફત સારવાર મળે છે. તેથી મહારાષ્ટ્ર સહિત દેશના ખૂણેખાંચરેથી ગરીબ દર્દીઓ સારવાર માટે દાખલ થાય છે. તેથી મોટા ભાગે મહાપાલિકાની હોસ્પિટલોની તમામ બેડ ભરેલા હોય છે. ગિરદી પણ હોય છે. અનેક વખત દર્દીએ મુંબઈની ખાનગી હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેથી મહાપાલિકાની હોસ્પિટલમાં ખાનગી હોસ્પિટલ પ્રમાણે 10 ટકા પેઈડ બેડનો ઉપક્રમ શરૂ કરવામાં આવશે.
કેઈએમ હોસ્પિટલમાં પ્રાયોગિક ધોરણે 17 પેઈડ બેડ શરૂ કરવામાં આવશે. તબક્કાવાર મહાપાલિકાની બીજી હોસ્પિટલોમાં પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે એવી માહિતી મહાપાલિકા પ્રશાસન તરફથી આપવામાં આવી હતી. મહાપાલિકાની તમામ હોસ્પિટલમાં મળીને કુલ 12 હજાર બેડ છે. એમાં વેન્ટિલેટર્સ, આઈસીયુ બેડનો પણ સમાવેશ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.