ખેતમાલોના સીધા વેચાણ અંગે:મહારાષ્ટ્રમાં સફળ થયેલા મોડેલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોંધ લીધી

મુંબઇએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

યુવા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવતી સહકારી ખેતમાલ વેચાણ કંપની શ્રી સ્વામી સમર્થ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સફળ મોડેલની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમમાં સરાહના કરી હતી. આ કંપની ખેતમાલો મુંબઈમાં વેચે છે, જેને લીધે ખેડૂતોને વાજબી કિંમત મળી રહી છે અને ગ્રાહકોને તાજાં ફળો અને શાકભાજીઓ વાજબી કિંમતે મળે છે.

મહારાષ્ટ્રએ 3-4 વર્ષ પૂર્વે એપીએમસીના નિયંત્રણમાંથી શાકભાજીઓ અને ફળોનું નિયમન કરવાની રીત બતાવી છે. આને કારણે ખેડૂતોને વાજબી કિંમત મળતાં તેમની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. શ્રી સ્વામી સમર્થ ફાર્મર પ્રોડ્યુસર કંપની યુવા ખેડૂતો દ્વારા ચલાવવામાં આવે છે, જેઓ મહારાષ્ટ્રનાં 70 ગામના 4500 ખેડૂતોની શાકભાજીઓ અને ફળોનું વેચાણ શક્ય બનાવે છે. આને કારણે એપીએમસી સાથેની વચેટિયાઓની કડી તૂટી જઈને ખેડૂતોને સીધું વેચાણ કરવામાં મદદ મળી છે. આમ, યુવા ખેડૂતોને રોજગાર પણ મળ્યો છે, એમ તેમણે જણાવ્યું હતું.

અમુક યુવા ખેડૂતોએ એકત્ર આવીને શહેરોમાં સાપ્તાહિક બજારોમાં તેમની ખેતમાલોનું સીધું વેચાણ કરવા માટે આ કંપનીની સ્થાપના કરી હતી. મુંબઈ જેવાં શહેરોમાં વિવિધ સ્થળે સાપ્તાહિક બજારોમાં ભરવાની સંકલ્પના તત્કાલીન દેવેન્દ્ર ફડણવીસ સરકારે ઘડી કાઢી હતી. એપીએમસી ધારામાં સુધારણા કરીને શાકભાજીઓ અને ફળોના ભાવોનું નિયમન કરવા માટે આ ધારા લાવવામાં આવી હતી. વિધાનસભ્ય પ્રસાદ લાડની પહેલમાં શરૂ કરાયેલી સાપ્તાહિક બડાર થકી ખેડૂતોને વાર્ષિક રૂ. 88 કરોડની કમાણી થાય છે. લાડે જણાવ્યું કે મી મુંબઈ અભિયાન અને અંત્યોદય પ્રતિષ્ઠાન હેઠળ શહેરના વિવિધ ભાગોમાં સાપ્તાહિક બજારોનું આયોજન કરવાની તક મળી તેની ખુશી છે. સાપ્તાહિક બજારોએ ખેતમાલોના સીધા વેચાણનો માર્ગ મોકળો કરવા સાથે યુવાનોને માર્કેટિંગ કંપનીઓ થકી રોજગાર શોધવામાં મદદ કરી છે.

અન્ય સમાચારો પણ છે...