તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:રાજ્યમાં ફક્ત 5-6 દિવસ ચાલે તેટલો જ લોહીનો હાજર સ્ટોક

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • નજીઓ અને નાગરિકોને રક્તદાન કરવા રાજ્ય સરકારનો અનુરોધ

કોરોનાના કેસમાં અચાનક ઉછાળો આવ્યો છે ત્યારે રાજ્યમાં બીજું મોટું સંકટ આવી પડ્યું છે. રાજ્યમાં ફક્ત 5-6 દિવસ ચાલે તેટલો જ લોહીનો જથ્થો બચ્યો છે, જ્યારે અમુક ઠેકાણે 10 દિવસ ચાલે તેટલો જથ્થો છે. આથી રાજ્ય સરકાર દ્વારા નાગરિકો, રક્તદાન ક્ષેત્રમાં કામ કરતી સ્વયંસેવા સંસ્થાઓને રક્તદાન કરવા આગળ આવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે.રાજ્યમાં કોરોનાના નવા કેસમાં ઉછાળાની સીધી અસર લોહીના જથ્થા પર પડી છે. આથી કોરોના સાથે આ નવો પડકાર સરકાર સામે ઊભો થયો છે.

આથી વધુ ને વધુ લોકોને રક્તદાન કરવા માટે આગળ આવવા અન્ન અને ઔષધ પ્રશાસન મંત્રી રાજેન્દ્ર શિંગણેએ નાગરિકોને અનુરોધ કરતાં જણાવ્યું છે.રાજ્યમાં કોરોનાની ઘૂસણખોરી થઈ ત્યારથી રક્તદાન પર ધીમે ધીમે અસર થઈ રહી હતી. આ પછી કોરોનાનો ફેલાવો વધુ વધતાં રક્તદાન લગભગ ઠપ થઈ ગયું હતું. હવે તો ફક્ત 5-6 દિવસ ચાલે તેટલો જ જથ્થો બચ્યો છે. રાજ્યની સેંકડો હોસ્પિટલોમાં નિયમિત રીતે મહત્ત્વની શસ્ત્રક્રિયાઓ સતત ચાલતી રહે છે. આ શસ્ત્રક્રિયાઓમાં લોહીની બહુ જરૂર પડે છે. જો લોહીનો જથ્થો વધારાય નહીં તો જરૂર હોય તેવા દર્દીઓના જાનનું જોખમ બની શકે છે.

આથી જ નાગરિકોએ વધુ ને વધુ પ્રમાણમાં રક્તદાન કરવા માટે આગળ આવવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.ગયા વર્ષે અનેક વાર લોહીની અછત સર્જાઈ હતી. જોકે જે તે સમયે રક્તદાન વધારીને તે સમસ્યાને પહોંચી વળવામાં સફળતા મળી હતી. જોકે હવે ફરીથી આ સમસ્યા ઉદભવી છે, જેને લીધે દરેક બ્લડ બેન્કોએ જથ્થો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ જ રીતે રાજ્યની સ્વયંસેવા સંસ્થાઓએ પણ આગેવાની લઈને રક્તદાન માટે પ્રયાસ કરવાની જરૂર છે. ઉપરાંત રાજ્યના રાજકીય નેતાઓએ પોતપોતાના વિસ્તારોમાં રક્તદાન શિબિરોનું આયોજન કરીને લોહીનો જથ્થો વધારવા માટે યોગદાન આપવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

નિયમોને લીધે જથ્થો વધારવાનું મુશ્કેલ
દરમિયાન નિષ્ણાતો કહે છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં મર્યાદિત સ્વરૂપનું લોકડાઉન કરવામાં આવ્યું છે, જ્યારે અમુક જિલ્લામાં નિયમાવલી કડક બનાવવામાં આવી છે. જો હજુ પણ નાગરિકો નિયમોનું બરોબર પાલન નહીં કરે તો લોકડાઉન કરવાની ફરજ પડી શકે એવું રાજ્ય સરકારે ચેતવીને કહ્યું છે. આ પાર્શ્વભૂ જોતાં લોહીનો જથ્થો વધારવાનું પડકારજનક બની ગયું છે. આથી જ સ્વયંસેવી સંસ્થાઓએ આગેવાની લઈને આ સમસ્યા દૂર કરવામાં યોગદાન આપવાનું જરૂરી બની ગયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો