તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:3 જમ્બો કોવિડ કેન્દ્ર સાથે મુંબઈ પાલિકાની ત્રીજી લહેરની તૈયારી

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના બાળકોને સંક્રમણનું જોખમ હોવાથી અલગ 500 બેડનું કોવિડ સેન્ટર

કોરોનાની ત્રીજી લહેર જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે આવવાનો ડર છે. જોકે બીજી લહેરના અનુભવ પરથી નવી આવનારી આપત્તિનો સામનો કરવા માટે મહાપાલિકાએ હમણાંથી જ શરૂઆત કરી છે. આ મુજબ ભવિષ્યમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે મહાપાલિકાએ હમણાંથી જ નિયોજન શરૂ કર્યું છે. આ જ રીતે ગોરેગાવ ખાતે જમ્બો કોવિડ સેન્ટરમાં 1500 બેડ વધારવામાં આવશે. આ સાથે શહેર, પૂર્વ અને પશ્ચિમ ખાતે પ્રત્યેકી 2000 બેડ્સની ક્ષતાનાં જમ્બો કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવશે, જ્યારે મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે જમ્બો કોવિડ સેનટ્ર ફરીથી શરૂ કરવામાં આવી રહ્યું છે. ત્રીજી લહેરમાં નાના બાળકોને પણ સંક્રમણ થવાનું જોખમ હોવાથી 500 બેડ્સનું કોવિડ કેન્દ્ર તેમને માટે શરૂ કરવામાં આવશે.

પ્રશાસકીય યંત્રણા, ઓક્સિજનની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે. મહાપાલિકાની 12 હોસ્પિટલમાં 16 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા રોજ 45 મેટ્રિક ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે. 2000 લિટર પ્રતિમિનિટ અને 3000 લિટર પ્રતિમિનિટ ઓક્સિજન ઉત્પાદન યંત્રણા ઊભી કરવામાં આવશે. હોસ્પિટલમાં 10 લિટર પ્રતિમિનિટ ક્ષમતાનાં આશરે 1200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ઉપલબ્ધ કરી અપાશે.કોવિડ કેર સેન્ટર : સાત જમ્બો કેન્દ્ર છે. મુંબઈના 227 વોર્ડમાં પ્રત્યેકી એક કેન્દ્ર છે. આ સાથે મલાડ, કાંજુરમાર્ગ અને શહેરમાં પ્રત્યેકી એક કોવિડ સેન્ટર ઊભું કરાશે. મહાપાલિકા અને ખાનગી હોસ્પિટલોમાં 12,748 બેડ્સ છે. ગોરેગાવ નેસ્કો કેન્દ્રમાં 1000, મહાલક્ષ્મી રેસકોર્સ પર જમ્બો સેન્ટર 200, ત્રણ જમ્બો સેન્ટરમાં 70 ટકા ઓક્સિજન બેડ વધારવામાં આવશે.

કોવિડ સેન્ટરમાં 70 ટકા ઓક્સિજન બેડ
કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે ત્રણ જમ્બો કોવિડ સેન્ટર ઊભાં કરવામાં આવશે. તેમાં પ્રત્યેકી 2000 બેડ્સની વ્યવસ્થા હશે. આ જ રીતે તેમાંથી 70 ટકા ઓક્સિજન બેડ રહેશે. ઓક્સિજન પ્લાન્ટ પણ ઊભા કરવામાં આવશે, એમ એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાણીએ જણાવ્યું હતું. મહાપાલિકા દ્વારા 2,00,000 રેમડેસિવિર ખરીદી કરવામાં આવ્યાં છે. ગોરેગાવ નેસ્કો સેન્ટરમાં 1500 સેન્ટર, મહાલક્ષ્મી રેસકોર્સ સેન્ટરમાં 900, પ્રત્યેકી ત્રણ જમ્બો કોવિડ સેન્ટરમાં 200દ બેડ્સ વધારવાની તૈયારી કરવામાં આવી રહી છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...