તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ટૂલકિટ કેસમાં શકમંદ નિકિતા જેકબને ધરપકડ-પૂર્વ જામીન

મુંબઈ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કેસના અન્ય આરોપી શાંતનુ મુલુકને 10 દિવસ માટે આગોતરા જામીન

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને મામલે પર્યાવરણ ચળવળકર્તા ગ્રેટા થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલા ટૂલકિટ સંબંધમાં દિલ્હી પોલીસે દાખલ કરેલા કેસમાં શકમંદ એડવોકેટ નિકિતા જેકબને બુધવારે મુંબઈ હાઈ કોર્ટે ટ્રાન્ઝિટ આગોતરા જામીન આપ્યા હતા.

જસ્ટિસ પી ડી નાઈકે નિકિતાને દિલ્હીની સંબંધિત કોર્ટમાં જઈ શકે તે માટે ત્રણ સપ્તાહનો સમય આપ્યો છે. દરમિયાન જો આ ત્રણ સપ્તાહના સમયગાળામાં તેની ધરપકડ કરવામાં આવે તો પણ તને રૂ. 25,000ના બોન્ડ પર છોડી મૂકવાનોે આદેશ આપવામાં આવ્યો છે. દરમિયાન આ કેસમાં અન્ય આરોપી મહારાષ્ટ્રના બીડ જિલ્લાનો એન્જિનિયર શાંતનુ મુલુક છે, જેને મંગળવારે હાઈ કોર્ટની ઔરંગાબાદ ખંડપીઠે 10 દિવસ માટે આગોતરા જામીન આપ્યા છે. દિલ્હી પોલીસ અનુસાર બંને આરોપી ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં સંકળાયેલા છે અને તેઓ સીધા ખાલિસ્તાની તરફી તત્ત્વો સાથે સંપર્કમાં છે.

આ કેસમાં મારું નામ આરોપી કે સાક્ષીદાર તરીકે લેવામાં આવ્યું છે તેની મને જાણ નથી. જોકે રાજકીય કાવાદાવા અને મિડિયા ટ્રાયલની કારણે મને ધરપકડ થવાનો ડર છે. મેં દિલ્હી પોલીસની સાઈબર સેલમાં નિવેદન નોંધાવી દીધું છે. અમુક કાનૂની અધિકારોના નિરીક્ષકો દ્વારા દિલ્હી પોલીસમાં મારી સામે ખોટી અને પાયાવિહોણી ફરિયાદ નોંધાવવામાં આવી છે. 26 જાન્યુઆરી, 2021ની હિંસા માટે મારી પર દોષનો ટોપલો ઓઢાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, એમ જેકબની અરજીમાં જણાવાયું હતું.

11 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસ જેકબના ગોરેગાવના ઘરે સર્ચ વોરન્ટ સાથે આવી હતી અને અમુક દસ્તાવેજો અને વિદ્યુત ઉપકરણો જપ્ત કર્યાં છે. હિંસા, હુલ્લડ કે કોઈ અન્ય શારીરિક હાનિ માટે ઉશ્કેરવા, જાગૃતિ લાવવા સંદેશવ્યવહારનાં પેક્સ કે ટૂલકિટ્સ સંશોધન, ચર્ચા, સંપાદન કે વિતરણ કરવાનો કોઈ ધાર્મિક, રાજકીય કે નાણાકીય હેતુ કે એજન્ડા નથી. હું મુંબઈ હાઈ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું અને પર્યાવરણીય કાજ માટે લડું છું.

ટૂલકિટનો મામલો આખરે શું છે?
ટીનેજર પર્યાવરણ ચળવળકર્તા ગ્રેટા થનબર્ગે કેન્દ્રના ત્રણ કૃષિ કાયદા સામે દિલ્હીની સરહદે ચાલતા ખેડૂતોના આંદોલનને ટેકો આપવા માટે ટૂલકિટ શેર કર્યું હતું. આ ડોક્યુમેન્ટમાં ખેડૂતોના વિરોધને ટેકો આપવા માટે ભારતીય રાજદૂતાલયોની બહાર વિરોધ અને ટ્વિટર વાવાઝોડું સહિત વિવિધ તાકીદનાં પગલાં લેવાની જરૂર પર ભાર અપાયો હતો. ટૂલકિટનો ઉપયોગ ભારતમાં વિરોધ વધારવાના તેના કાવતરાના પુરાવા તરીકે અમુક ટીકાકારોએ દાખલો આપ્યો છે. અગાઉ દિલ્હી પોલીસે ગૂગલ અને અમુક સોશિયલ મિડિયા દિગ્ગજોને થનબર્ગ દ્વારા શેર કરવામાં આવેલા ટૂલકિટના નિર્માણકર્તાઓ સંબંધી ઈમેઈલ આઈટી, યુઆરએલ અને અમુક સોશિયલ મિડિયા અકાઉન્ટ્સ વિશેની માહિતી આપવા પૂછ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો