માલેગાવના બોમ્બવિસ્ફોટ કેસ:માલેગાવ પ્રકરણમાં સમન્સ વિના પ્રજ્ઞા ઠાકુરકોર્ટમાં હાજર

મુંબઈ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉપચાર માટે મુંબઈમાં આવતાં હાજરી પુરાવી

2008ના માલેગાવના બોમ્બવિસ્ફોટ કેસમાં બુધવારે ભાજપનાં ભોપાલનાં સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે મુંબઈમાં વિશેષ એનઆઈએ કોર્ટમાં હાજરી આપી હતી. આ કેસની સુનાવણી કરતા વિશેષ જજ પી આર સિત્રે સમક્ષ તેમણે હાજરી આપી હતી.

ઠાકુરના વકીલે કહ્યું કે કોર્ટે સમન્સ પાઠવ્યા નથી છતાં ઠાકુર મુંબઈમાં તબીબી ઉપચાર માટે આવ્યાં હોવાથી તે નિમિત્તે પોતે કોર્ટમાં હાજર થવાનું પસંદ કર્યું છે. ઠાકુર છેલ્લે જાન્યુઆરીમાં કોર્ટ સામે હાજર થયાં હતાં. ઠાકુર અને લેફ. કર્નલ પ્રસાદ પુરોહિત સહિત સાત આરોપીઓ સામે કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. કુલ આઠ સાક્ષીદાર હમણાં સુધી કેસમાં ફરી ગયા છે.

ઉત્તર મહારાષ્ટ્રમાં 29 સપ્ટેમ્બર, 2008ના રોજ માલેગાવ શહેરમાં મસ્જિદ નજીક મોટરસાઈકલમાં મુકાયેલો બોમ્બ ફાટતાં છ જણ માર્યા ગયા હતા અને 100 જણ ઈજા પામ્યા હતા. પોલીસ અનુસાર બાઈક ઠાકુરને નામે નોંધાયેલી હતી, જેને લઈ 2008માં તેમની ધરપકડ કરાઈ હતી. મુંબઈ હાઈ કોર્ટે 2017માં તેમને જામીન આપ્યા હતા. તેમની સામે ગેરકાયદે પ્રવૃત્તિ (પ્રતિબંધ) ધારા (યુએપીએ) અને અન્ય સુસંગત કાયદા હેઠળ ખટલો ચલાવવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...