અતિવૃષ્ટિના સંકટને લીધે છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં વીજની માગણીમાં ઘટાડો થવાથી મહાનિર્મિતીને પોતાનું વીજ ઉત્પાદન ઓછું કરવું પડ્યું હતું. જોકે હવે ઉદ્યોગ- ધંધાનાં ચક્રો ગતિમાન થવા લાગતાં છેલ્લા 3-4 દિવસમાં વીજની માગણી આશરે 21,000 મેગાવેટ સુધી વધી હોઈ આ વધુ માગણીની પૂર્તિ કરવા માટે મહાનિર્મિતીએ તુરંત યોગદાન આપીને 10 ઓગસ્ટના રોજ આશરે 7129 મેગાવેટ સુધી વીજ નિર્મિતીના પ્રમાણમાં નોંધપાત્ર વધારો કર્યો છે.
કોરાડી વીજ કેન્દ્ર 1872 મેગાવેટ, ખાપરખેડા વીજ કેન્દ્ર 1114 મેગાવેટ, ચંદ્રપુર વીજ કેન્દ્ર 1884 મેગાવેટ, ભુસાવળ વીજ કેન્દ્ર 1031 મેગાવેટ, પરળી વીજ કેન્દ્ર 658 મેગાવેટ, પારસ વીજ કેન્દ્ર 235 મેગાવેટ અને નાશિક વીજ કેન્દ્ર 335 મેગાવેટ પ્રમાણમાં વીજ નિર્મિતી કરવામાં આવી. મહાનિર્મિતીએ છેલ્લા 3-4 દિવસથી સૌથી વધુ માગણીમાં સરેરાશ 6500થી 7000 મેગાવેટ જેટલી વીજ નિર્મિતી સાધ્ય કરીને પોતાની તે પૂર્વેની રોજની વીજ નિર્મિતીમાં બેગણો વધારો કર્યો છે.
છેલ્લા થોડા દિવસથી વરસાદનું જોર વધવાથી નિયમિત સૌથી વધુ માગણીની તુલનામાં વીજની માગણી નીચે આવીને 16,000- 17,000 મેગાવેટ થઈ હતી. આને કારણે મહાનિર્મિતીનું વીજ ઉત્પાદન પણ સરેરાશ 3500 મેગાવેટ થઈ ગયું હતું. આથી હવે જનજીવન થાળે પડી રહ્યું છે ત્યારે પોતાની ખૂબીઓને વળગી રહીને રાજ્યના વીજ ગ્રાહકોને મહાનિર્મિતીએ દિલાસો આપ્યો છે.
જરૂર પડતાં વધુ માગણીને પહોંચી વળશે
હાલની સ્થિતિમાં મહાનિર્મિતીના મોટા ભાગના ઔષ્ણિક સંચ મેરિટ ઓર્ડર ડિસ્પેચ ધોરણ અનુસાર મહાવિતરણના શિડ્યુલમાં હોઈ આગામી સમયમાં જરૂર પડવા પર આશરે 10,000 મેગાવેટ વીજ નિર્મિતી પણ સાધ્ય કરવા મહાનિર્મિતી સુસજ્જ છે, એમ મહાનિર્મિતીના અધ્યક્ષ અને એમડી સંજય ખંદારેએ જણાવ્યું હતું.
પોતપોતાના વીજ સંચ સારી સ્થિતિમાં રાખીને અવરોધ વિના કાર્યરત રાખવા બદલ તેમણે સર્વ કર્મચારીઓના આભાર માન્યા. કોરોનાના સંકટની તીવ્રતા હવે ધીમે ધીમે ઓછી થઈ રહી છે ત્યારે વધારાની વીજ નિર્મિતીના માધ્યમથી મહાનિર્મિતીની મહેસૂલ વૃદ્ધિમાં યોગદાન મળશે, એમ પણ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.