તપાસ:ટ્વિટર પર મુસ્લિમ મહિલાઓ વિરુદ્ધ પોસ્ટઃ તપાસ શરૂ કરાઈ

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 100થી વધુ મહિલાઓ પર વાંધાજનક પોસ્ટ કરીને બદનામ કરાય છે

ટ્વિટર પર મુસ્લિમ સમુદાયની મહિલાઓ પ્રત્યે કોમી ધિક્કાર ફેલાવનારાની ગંભીર નોંધ લેતાં મહારાષ્ટ્રના ગૃહ ખાતાના અને આઈટીના રાજ્યમંત્રી સતેજ પાટીલે આ અસામાજિક તત્ત્વો સામે તુરંત અને કડક પગલાં લેવા માટે આદેશ આપ્યો છે. તેમના આદેશના ગણતરીના કલાકોમાં મુંબઈ પોલીસે શનિવારે એફઆઈઆર દાખલ કરીને તપાસ શરૂ કરી છે.ટ્વિટર પર અમુક સોશિયલ મિડિયા અકાઉન્ટ્સમાં મુસ્લિમ મહિલાઓને ઓનલાઈન લક્ષ્ય બનાવવામાં આવી રહી છે એવી માહિતી મળતાં જ પાટીલે મુંબઈ અને મહારાષ્ટ્ર પોલીસને તુરંત પગલાં લેવા માટે નિર્દેશ આપ્યા છે.

આવાં ડિજિટલ મંચો પર મહિલાઓને લક્ષ્ય બનાવીને કોમી ધિક્કાર ફેલાવવામાં આવે છે. આ બહુ જ વિચલિત કરનારું અને શરમજનક છે. સરકાર આવાં મંચો સામે કઠોર પગલાં લેશે. મેં આ માટે @MahaCyber1 પર પગલાં લેવાની સૂચના આપી છે, એમ શનિવારે પાટીલે ટ્વીટ કરીને જણાવ્યું હતું.મુસ્લિમ સમુદાયની 100થી વધુ મહિલાઓને નનામી ટ્વિટર અકાઉન્ટ્સ દ્વારા લક્ષ્ય બનાવવામાં આવી રહી છે. ટ્વિટર પર #BulliBai અને #SulliDeals જેવા વાંધાજનક હેશટેગ્સ સાથે તમેના પિક્ચર્સ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મિડિયા પર આ સામે આક્રોશ છે.

કઠોર પગલાં લેવા માગણી
એક મહિલાનો ફોટો #BulliBai સાથે સોશિયલ મિડિયા પર મુકાયો હતો, જે પછી આ મહિલાએ ટ્વીટ કર્યું, એક મુસ્લિમ મહિલા તરીકે તમને નવું વર્ષ ડર અને અનાદર સાથે શરૂ કરવું પડે તે બહુ દુઃખની વાત છે. દેખીતી રીતે જ #sullideals ના આ નવા વર્ઝનમાં ફક્ત મને લક્ષ્ય બનાવવામાં આવતી નથી. મહંમદ ઝુબેરે ટ્વીટ કર્યું, કમસેકમ 100 પ્રભાવશાળી ભારતીય મુસ્લિમ મહિલાઓની બદનામી કરવામાં આવી રહી છે. ટ્વિટર આ દોષીઓને આસાનીથી શોધી શકશે. શિવસેનાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ દોષીઓ સામે કઠોર પગલાં લેવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...