તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Mumbai
  • Possibility Of Arrest Of Former Home Minister Anil Deshmukh In Recovery Scandal: Avoid Appearing Before ED

કરોડો રૂપિયાની વસૂલી કેસ:વસૂલી કાંડમાં પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખની ધરપકડની શક્યતાઃ ઈડી સમક્ષ હાજર થવાનું ટાળ્યું

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તપાસ અંગેના દસ્તાવેજો નહીં આપતાં હાજર નહીં થયાનું વકીલે કારણ આપ્યું

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ શનિવારે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખને કથિત કરોડો રૂપિયાની વસૂલીના કેસમાં પૂછપરછ માટે સમન્સ મોકલ્યા હતા, પરંતુ તપાસની માહિતી મેળવવા અરજી કરી હોવાથી હાજર નહીં રહી શકે એમ વકીલ થકી જણાવ્યું હતું. દેશમુખની આ કેસમાં ધરપકડ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

એનસીપીના સિનિયર નેતા 71 વર્ષીય દેશમુખને દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ વિસ્તારની ઇડી ઓફિસમાં શનિવારે સવારે 11 વાગ્યે હાજર થવાનું જણાવવામાં આવ્યું હતું. જોકે દેશમુખના વકીલોની ટીમ ઇડી ઓફિસે પહોંચી હતી અને દેશમુખ દ્વારા લખાયેલો પત્ર પણ તપાસકર્તાઓને સોંપ્યો હતો.

એડ્વોકેટ જયવંત પાટીલે બાદમાં જણાવ્યું હતું કે, અમને આ મામલે સંબંધિત કોઈ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. અમે આ દસ્તાવેજો અને દેશમુખની પૂછપરછ કરવામાં માગે છેતે કેસની વિગતો માગતો પત્ર ઈડીને આપ્યો છે. આ પછી અમે તે અમારો જવાબ આપીશું. આથી ઈડી નવી તારીખ આપી શકે છે.

શુક્રવારે મોડી રાત્રે ઈડીએ દેશમુખના પર્સનલ સેક્રેટરી સંજીવ પાલાન્ડે અને પર્સનલ આસિસ્ટન્ટ કુંદન શિંદેની ધરપકડ કરી હતી. આ અગાઉ ઇડીએ દેશમુખ, પાલાન્ડે અને શિંદેના મુંબઈ અને નાગપુરનાં ઠેકાણાં પર દરોડા પાડ્યા હતા. દરોડા બાદ પાલાન્ડે અને શિંદેને ઇડી ઓફિસમાં લાવવામાં આવ્યા હતા અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.

બંનેને શનિવારે મુંબઈની વિશેષ પીએમએલએ કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા, જ્યાંતેમને કસ્ટડી આપવામાં આવી હતી. મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે દેશમુખ વિરુદ્ધ રૂ. 100 કરોડની વસૂલી કરવા અધિકારીઓને કહ્યું હતું એવા આરોપ કર્યા હતા. હાઈ કોર્ટે આરોપોની તપાસ માટે આદેશ આપ્યો હતો. આ આરોપો બાદ દેશમુખે એપ્રિલમાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે આ આરોપોને નકારી કાઢ્યા હતા. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈના ઘરની બહાર એસયુવીમાંથી વિસ્ફોટક પદાર્થની શોધખોળની તપાસ દરમિયાન બરતરફ એપીઆઈ સચિન વાઝેની ભૂમિકા સામે આવી હતી. આ પછી પરમવીરને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. વાઝેને પણ સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

પોલીસ કમિશનર પદેથી હટાવ્યા બાદ પરમવીરે મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે દેશમુખે વાઝેને મુંબઈના બાર અને રેસ્ટોરનાંમાંથી એક મહિનામાં 100 કરોડ રૂપિયાથી વધુ વસૂલ કરવા જણાવ્યું હતું. ઇડીએ જણાવ્યું હતું કે મુંબઈના 10 જેટલા બાર માલિકોએ તે પહેલાં નોંધાયેલા નિવેદનોમાં આરોપ લગાવ્યો છે કે તેઓએ પોલીસ અધિકારીઓ દ્વારા દેશમુખ સુધી પહોંચવા માટે ત્રણ મહિનામાં 4 કરોડની રોકડ લાંચ ચૂકવી હતી.

વાઝેના આરોપ બાદ ચક્રો ગતિમાન
તલોજા જેલમાં ઇડીના અધિકારીઓએ બુધવારે મની લોન્ડરિંગ અંતર્ગત વાઝેનું નિવેદન નોંધ્યું હતું. વાઝેના નિવેદન બાદ ઇડીએ દરોડાની કાર્યવાહી ઝડપી શરૂ કરી હતી. વાઝેએ અનેક સનસનીખેજ માહિતી આપી છે, જેના પગલે ઇડીને અનેક માહિતી મળી હતી. વાઝેએ આપેલી માહિતીમાં પાલાન્ડેની પણ હાજરી અને સંડોવણી બહાર આવી હતી.

આ પહેલા પરમવીરે પોતાના પત્રમાં આરોપ લગાવ્યો હતો કે જ્યારે દેશમુખે વાઝેને પૈસા વસૂલવાનું કહ્યું હતું, ત્યારે પાલાન્ડે પણ ત્યાં હાજર હતો. સીબીઆઈએ અગાઉ પણ પાલાંડે અને શિંદેની પૂછપરછ કરી છે. સીબીઆઈએ દેશમુખ અને અન્ય લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ સંબંધિત ભારતીય દંડ સંહિતા (આઈપીસી) ની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...