તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિવેદન:પૂનાવાલાએ ધમકી અંગે ફરિયાદ નોંધાવવી જોઈએઃ ગૃહ રાજ્યમંત્રી

મુંબઈ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફરિયાદ કરવા પર ઊંડાણથી તપાસ કરવાની પણ તેમણ ખાતરી આપી

સેરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ તેમને કોવિડ-19 રસીઓને લઈને ધમતી મળી રહી છે એવું જણાવ્યા પછી મહારાષ્ટ્રના ગૃહ ખાતાના રાજ્યમંત્રી શંભુરાજે દેસાઈએ સોમવારે જણાવ્યું કે પૂનાવાલાએ ધમકીની ફરિયાદ નોંધાવવી જોઈએ અને અમે ઊંડાણથી તપાસ કરાવીશું.

પૂનાવાલાએ યુકેમાં ધ ટાઈમ્સને આપેલી મુલાકાતમાં આરોપ કર્યો કે કોવિડ-19 રસીની વધતી માગણીને લઈને ભારતમાં ધમકીઓ મળી રહી છે અને અભૂતપૂર્વ દબાણ અને આક્રમકતા પછી પરિવાર સાથે લંડન આવી ગયો છું. પુણે સ્થિત એસઆઈઆઈ કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કરી રહી છે.

કોંગ્રેસે સલામતીની ખાતરી આપી
શંભુરાજેએ જણાવ્યું કે પૂનાવાલાએ ધમકીની વિગતો અને ફોન ક્યાંથી આવ્યા તે આપીને ફરિયાદ નોંધાવવી જોઈએ. અમે ઊંડાણથી તપાસ કરાવીશું. દરમિયાન મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પાટોલેએ જણાવ્યું હતું કે પૂનાવાલાએ ભારતમાં આવી જવું જોઈએ અને તેમની સલામતીની અમારો પક્ષ જવાબદારી લેશે.

લોકોનું જીવન મહત્ત્વપૂર્ણ છે અને રસીનું ઉત્પાદન ભારતમાં જ થવું જોઈએ. કેન્દ્રએ તેમને વાય કેટેગરીની સુરક્ષા આપી છે. જો જરૂર પડે તો અમે તેમને વધુ સુરક્ષા આપીશું. ઉપરાંત તેમની સુરક્ષાની પણ અમે જવાબદારી લઈશું. તેઓ પાછા આવે અને રસીનું ઉત્પાદન શરૂ કરે. તેમને કોઈ સ્પર્શ નહીં કરશે.

કિંમત વધઘટ કરતાં શંકા : રાષ્ટ્રવાદી
જોકે રાષ્ટ્રવાદીના નેતા અને લઘુમતી બાબતોના મંત્રી નવાબ મલિકે દાવો કર્યો હતો કે પૂનાવાલા આજે જ્યાં છે તે સ્થિતિ માટે પોતે જ જવાબદાર છે અને તેમની કોઈ બદનામી કરતું નથી. સૌપ્રથમ તેમણે કેન્દ્ર સરકાર માટે રસીદીઠ કિંમત રૂ. 150 જાહેર કરી. આ પછી રાજ્યો માટે રૂ. 400 જાહેર કરી અને ખાનગી હોસ્પિટલો માટે રૂ. 700 જાહેર કરી.

આ પછી ટ્વીટ થકી તેમણે રાજ્યો માટે રસીનો ભાલ રૂ. 400થી ઓછો કરીને રૂ. 300 કર્યો. આને કારણે શંકાકુશંકા ઉપસ્થિત થઈ અને ઘણા બધા લોકોના મનમાં પ્રશ્નો ઊભા થયા છે. અગાઉ રાષ્ટ્રવાદીના જ નેતા અને ગૃહનિર્માણ મંત્રી જિતેન્દ્ર આવ્હાડે જણાવ્યું કે દેશને પૂનાવાલાને ધમકી આપનાર પાછળ કોણ છે તે સચ્ચાઈની જાણ થવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો