મતદાન:14,234 ગ્રામપંચાયત માટે 15 જાન્યુઆરીએ મતદાન

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 18 જાન્યુ.ના મતગણતરી, આજથી આચારસંહિતા

રાજ્યના 34 જિલ્લામાં આશરે 14,234 ગ્રામપંચાયતોની સાર્વત્રિક ચૂંટણી માટે 15 જાન્યુઆરીના રોજ મતદાન થશે, જ્યારે 18 જાન્યુઆરીના રોજ મતગણતરી થશે. આ માટે શુક્રવારે તુરંત અમલ સાથે આચારસંહિતા લાગુ કરવામાં આવી છે, એવી ઘોષણા રાજ્ય ચૂંટણી કમિશનર યુપીએસ મદાને કરી હતી.

એપ્રિલથી જૂન 2020ના સમયગાળામાં મુદત પૂરી થયેલી 1566 ગ્રામપંચાયતોની સાર્વત્રિક ચૂંટણી માટે 31 માર્ચ, 2020ના મતદાન થવાનું હતું, પરંતુ કોવિડ-19ની પરિસ્થિતિ ઉદભવતાં 17 માર્ચ, 2020ના ચૂંટણી કાર્યક્રમ સ્થગિત કરાયો હતો. આ પછી તે સંપૂર્ણ રદ કરાયો હતો. આ સાથે ડિસેમ્બર 2020ના આખરમાં મુદત પૂરી થનારી અને નવેસરથી સ્થાપિત થનારી બધી ગ્રામપંચાયતો માટે આ ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ ચૂંટણી માટે નોમિનેશન 23થી 30 ડિસેમ્બર, 2020 સુધી સ્વીકારાશે.

જાહેર રજામાં તે નહીં સ્વીકારાય. છાનબીન 31 ડિસેમ્બર, 2020ના કરાશે. નોમિનેશન 4 જાન્યુઆરી, 2021 સુધી પાછી ખેંચી શકાશે અને તે જ દિવસે ચૂંટણી ચિહન વહેંચવામાં આવશે. મતદાન 15 જાન્યુઆરી, 2021ના સવારે 7.30થી સાંજે 5.30 વાગ્યે થશે. મતગણતરી 18 જાન્યુઆરી, 2018ના થશે. ગઢચિરોલીમાં મતદાનનો સમય સવારે 7.30થી બપોરે 3 હશે.વિધાનસભા મતવિસ્તારની 25 સપ્ટેમ્બર, 2020ની અસ્તિત્વમાં આવેલી મતદાર યાદી માન્ય ગણાશે. ગ્રામપંચાયતની વિભાગ અનુસાર યાદી 1 ડિસેમ્બરે પ્રસિદ્ધ કરાઈ હતી. તેની પર 7 ડિસેમ્બર સુધી વાંધા મોકલવાનો સમય અપાયો હતો.

ચૂંટણી ક્યાં થશે
થાણેમાં 158 ગ્રામપંચાયત, પાલઘર 3, રાયગઢ 88, રત્નાગિરિ 479, સિંધુદુર્ગ 70, નાશિક 621, ધુળે 218, જળગાવ 783, અહમદનગર 767, નંદુરબાર 87, પુણે 748, સોલાપુર 658, સાતારા 879, સાંગલી 152, કોલ્હાપુર 433, ઔરંગાબાદ 618, બીડ 129, નાંદેડ 1015, ઉસ્માનાબાદ 428, પરભણી 566, જાલના 475, લાતુર 408, હિંગોલી 495, અમરાવતી 553, અકોલા 225, યવતમાળ 980, વાશીમ 163, બુલડાણા- 527, નાગપુર 130, વર્ધા 50, ચંદ્રપુર 629, ભંડારા 148, ગોંદિયા 189, ગઢચિરોલી 362.

અન્ય સમાચારો પણ છે...