તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:રાજ્યમાં કોરોનાના વધતા કેસો માટે નાગરિકો સાથે રાજકારણીઓ જવાબદાર, ટાસ્ક ફોર્સ

મુંબઈ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગ્રામપંચાયતની ચૂંટણી, રાજકીય મેળાવડાઓ, લગ્નો જવાબદાર
 • મુંબઈમાં લોકલ ટ્રેનો બધા માટે શરૂ થવાથી કેસ વધ્યા

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહેલી જોવા મળી રહી છે. આ માટે નાગરિકો સાથે રાજકારણીઓ પણ જવાબદાર છે. રાજકીય મેળાવડાઓ, ગ્રામપંચાયતની ચૂંટણીઓ, લગ્ન સમારંભો અને મોટે ભાગે સર્વત્ર લોકો માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યા વિના ફરી રહ્યા છે તે પણ જવાબદાર છે. જો આવી જ પરિસ્થિતિ રહેશે તો કોરોનાની લહેર નહીં પણ લહેરો આવે તો નવાઈ નથી, એવો ઈશારો રાજ્યના ટાસ્ટ ફોર્સના અધ્યક્ષ ડો. સંજય ઓકે એક મુલાકાતમાં આપ્યો છે.

ગ્રામપંચાયતની ચૂંટણીઓમાં બધા રાજકીય પક્ષોએ મોટે પાયે પ્રચાર, પરિણામ પછી ઉજવણીઓ કરી. આ માટે રાજકીય પક્ષોએ ઠેકઠેકાણે મેળાવડાઓ લીધા, ચૂંટણીનાં પરિણામો પછી ઉજ‌વણીઓ ચાલતી હતી. આ સમયે કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કે માસ્ક પહેરવાના નિયમોનું પાલન કરતા જોવા મળતા નહોતા. ઉપરાંત લગ્ન સમારંભો અને વિવિધ સાર્વજનિક કાર્યક્રમોમાં સરકારે લાદેલા કોઈ પણ નિયમોનું પાલન થતું દેખાતું નથી. મુંબઈમાં લોકલ ટ્રેન બધા માટે શરૂ થઈ, મંદિરોથી લઈને હોટેલો અને બાર રેસ્ટોરાં જોરશોરથી ચાલી રહ્યા છે. તેમાંથી જ ફરીથી કોરોનાના દર્દીઓ વધવા લાગ્યા છે, એમ ડો. ઓકે જણાવ્યું હતું.

એક દર્દીના સંપર્કમાં આવેલા 20 જણને શોધી કાઢવાના સરકારે આદેશ આપ્યા છે, પરંતુ તેનંુ ક્યાંય પાલન થતું દેખાતું નથી. અમે ટાસ્ક ફોર્સ તરીકે બધી બાબતો સરકારને ધ્યાનમાં લાવી દીધી છે. તેની પર કઠોર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કોરોનાની બીજી લહેર આવ્યા વિના નહીં રહેશે. યુરોપના અનેક દેશ આ રીતે જ બેફિકર બની ગયા તેની કિંમત હવે તેઓ ગણી રહ્યા છે. મોટા ભાગના દેશે ફરીથી લોકડાઉન જારી કર્યું છે. મહારાષ્ટ્રમાં પણ લોકોએ કાળજી લીધી નહીં તો ફરીથી લોકડાઉન કરવો પડશે એવો ઈશારો મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હોવા પ્રત્યે પણ તેમણે ધ્યાન દોર્યું હતું.

કાળજી નહીં લે ત્યાં પાર્શલ લોકડાઉન : દરમિયાન મહાપાલિકા સંચાલિત શિવ હોસ્પિટલના ડીન ડો. મોહન જોશી જણાવ્યું કે દેશમાં કેરળ પચી મહારાષ્ટ્રમાં પણ સૌથી દર્દી મળી આવ્યા છે. ગ્રામપંચાયતની ચૂંટણીથી લગ્નસમારંભ વગેરે સાર્વજનિક કાર્યક્રમોમાં યોગ્ય કાળજી લેવાઈ નહીં તેનાં આ પરિણામ છે. સરકારે હવે કડક ભૂમિકા લેવી જોઈએ. કાળજી નહીં લેવાઈ હોય ત્યાં પાર્શલ લોકડાઉન લાદી દેવું જોઈએ. 50 આસપાસના લોકોને રસીકરણમાં અગ્રતા આપવી જોઈએ. સમાજનું નેતૃત્વ કરનાર પાસે જનતા જોતી હોય છે. આતી નેતા જે રીતે વર્તે તેમ કાર્યકર્તા અને જનતા વર્તે છે, એમ પણ તેમણે જણાવ્યું હતું.

કોરોના હવે પછી પણ રહેવાનો છે
દરમિયાન ટાસ્ક ફોર્સના સભ્ય ડો. શશાંક જોશીએ જણાવ્યું કે કોરોના હવે પછી પણ રહેશે, જેથી કાળજી નહીં લેવાય તો બીજી લહેર આવી શકે છે. કોરોનાના દર્દીઓ ગ્રામીણ વિસ્તારોમાં વધતા દેખાઈ રહ્યા છે જ્યારે મુંબઈમાં સરેરાશ 500 દર્દી રોજ મળી રહ્યા છે, જેને અર્થ આ પીળો દીવો લાલ નહીં થાય તેનું ધ્યાન બધાએ રાખવું જોઈએ. ડબલ માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો, એમ તેમણે જણાવ્યું હતું.

રસીકરણ પણ ઓછું થઈ રહ્યું છે
દરમિયાન જે પ્રમાણમાં રસીકરણ થઈ રહ્યું છે તે થતંુ નથી. આરોગ્ય ક્ષેત્રના લોકોમાં ફક્ત 55 ટકા રસીકરણ થયું છે, જે ખોટો સંદેશ મોકલે છે. રસીકરણ બાબતે ઢીલ નહીં ચાલે. બધાએ રસી વહેલી તકે લેવી જોઈએ. સરકારે ખાનગી ક્ષેત્રના હાથોમાં રસીકરણ આપી દેવું જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો