તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ગોરેગાવ હાઇવે પર ડમ્પરે અડફેટે લેતાં પોલીસનું મોત

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર

ગોરેગાંવના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર મંગળવારે ડમ્પરે અડફેટે લેતાં ટ્રાફિક પોલીસનું મૃત્યુ થયું હતું. આ અંગે ડમ્પર ચાલકની બુધવારે ધરપકડ કરવામાં આવી હતી. ટ્રાફિક કોન્સ્ટેબલ પાંડુરંગ મારુતિ સપકાલ (40)ને પાછળથી આવતાં ડમ્પરે અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં તે ગંભીર રીતે ઘવાયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.પાંડુરંગ ટ્રાફિક વોર્ડન દિનેશ પાટીલ સાથે સ્કૂટી પર બેસીને બંને ગોરેગાંવ તરફ જઇ રહ્યા હતા. તે સમયે પાછળથી આવતા ડમ્પરે સ્કૂટીને અડફેટે લેતાં બંને પોલીસ ઘાયલ થયા હતા.

હોસ્પિટલમાં પાંડુરંગને મૃત જાહેર કરાયો હતો, જ્યારે પાટીલને ગંભીર ઈજાઓ પહોંચી હતી વનરાઇ પોલીસે આ વિસ્તારમાંથી સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા, ડમ્પરના માલિકને શોધી કાઢી ડ્રાઇવર માનકકુમાર ચૌહાણ (31) ને પકડી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો