નિર્ણય:50 વર્ષથી ઓછી ઉંમરના પોલીસને 8 કલાક ડ્યુટી અને 16 કલાક આરામ

મુંબઈ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવાલદારથી લઈને ASI સુધીના કર્મીઓને 8 કલાકની ડ્યુટી

મુંબઈ પોલીસ દળના કર્મચારીઓ માટે ખુશખબર છે. મહિલા પોલીસ કર્મચારીઓ બાદ હવે પોલીસ હવાલદાર અને આસિસ્ટંટ પીએસઆઈ સુધીના તમામ કર્મચારીઓની ડ્યુટી 8 કલાકની રહેશે. કર્મચારીઓની 8 કલાકની ડ્યુટીના પરિપત્ર પર સહી કરીને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડેએ મોટો નિર્ણય લીધો છે.

હવે 50 વર્ષથી ઓછી ઉંમરના પોલીસને 8 કલાક કામ અને 16 કલાક આરામ તથા 50 વર્ષથી મોટી ઉંમરના પોલીસ માટે 12 કલાક ડ્યુટી અને 24 કલાક આરામ જેવી ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. આ આદેશની અમલબજાવણી 17 મેથી થશે. પોલીસોની કાર્યક્ષમતા વધે અને પોલીસ દળના સક્ષમીકરણ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસ કમિશનર પદની જવાબદારી 28 ફેબ્રુઆરીના સ્વીકાર્યા પછી સંજય પાંડેએ બીજા અઠવાડિયે જ મહિલા પોલીસ કર્મચારીઓને 8 કલાક ડ્યુટીની ભેંટ આપી હતી. લગભગ 80 હજાર મહિલા પોલીસને એનો ફાયદો થયો. હવે પોલીસ હવાલદાર અને આસિસ્ટંટ પીએસઆઈ સુધીના કર્મચારીઓ પણ 8 કલાક ડ્યુટી કરશે.

મુંબઈ પોલીસ દળમાં મહિલા કર્મચારીઓને 8 કલાક કામ અને 16 કલાક આરામ જેવી ફરજ પદ્ધતિ શરૂ કર્યા પછી તેમની કાર્યક્ષમતામાં હકારાત્મક ફેરફાર દેખાયો. આ ફરજ પદ્ધતિના ફાયદા પોલીસ હવાલદારને પણ મળે એવો વિચાર આવ્યો અને તેમના માટે 8 કલાક ડ્યુટી અને 12 કલાક આરામ જેવી ફરજ પદ્ધતિ શરૂ કરવાની વિનંતી કરી. મુંબઈના પૂર્વ પ્રાદેશિક વિભાગના અપર પોલીસ આયુક્તની અધ્યક્ષતા હેઠળ ફરજ સમિતિની સ્થાપના કરવામાં આવી.

આ સમિતિએ ભલામણો સહિત પોતાનો અહેવાલ રજૂ કર્યો. પોલીસ સ્ટેશનમાં ડ્યુટીના ટાઈમટેબલના કારણે ઘણાં પોલીસ કર્મચારીઓ પોતાના આરોગ્ય પર તથા કુટુંબીઓ, બાળકોના શિક્ષણ પર ધ્યાન આપી શકતા નથી. કર્મચારીઓના માનસિક, શારીરિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે તેમ જ પોલીસ વિભાગના સક્ષમીકરણ માટે કેટલીક ચોક્કસ પરિસ્થિતિ છોડીને 8 કલાક ડ્યુટી અને 16 કલાક આરામ પદ્ધતિ યોગ્ય રહેશે એવી ભલામણ સમિતિના સભ્યોએ કરી છે.

વિનંતી અરજીની યોગ્ય ચકાસણી કરવી : 12 કલાક ફરજ અને 24 કલાક આરામ ફરજ આપતા અપર પોલીસ આયુક્ત અને પરિમંડળના પોલીસ ઉપાયુક્તે પોલીસ સ્ટેશનમાં આવી ફરજ પદ્ધતિની યાદી તૈયાર કરવી. નિશ્ચિત કરવામાં આવેલ ફરજના ઠેકાણે ફક્ત 12 કલાક ફરજ અને 24 કલાક આરામની ફરજ પદ્ધતિ આપવામાં આવે.

અપર પોલીસ આયુક્તે 12 કલાક ફરજ અને 24 કલાક આરામ ફરજ પદ્ધતિ માટે મળેલી વિનંતી અરજીઓની યોગ્ય ચકાસણી કરવી અને પાત્ર પોલીસ હવાલદારની જ વિનંતી મંજૂર કરીને તેને 12 કલાક ફરજ અને 24 કલાક આરામની ફરજ આપવી. પોલીસ સ્ટેશનના કાર્યાલયમાં કામ કરતા હવાલદાર સવારના 10 થી રાતના 8 વાગ્યા સુધી કામ કરશે.

સમિતિએ કરેલી ભલામણ
મુંબઈ શહેરમાં રહેતા તેમ જ પોલીસ સ્ટેશનથી નજીક રહેતા પોલીસ હવાલદારને 8 કલાક ડ્યુટી અને 16 કલાક આરામ ફરજ પદ્ધતિ આપવામાં આવે. પોલીસ સ્ટેશનથી 50 કિલોમીટર કરતા વધુ અંતરે રહેતા પોલીસ હવાલદારને 12 કલાક ડ્યુટી અને 24 કલાક આરામ ફરજનો વિકલ્પ આપવામાં આવે. જે પોલીસ હવાલદારને 12 કલાક ડ્યુટી અને 24 કલાક આરામ ફરજ આપવામાં આવશે તેમને સાપ્તાહિક રજા આપવામાં નહીં આવે.

55 વર્ષથી ઉપરના હવાલદાર, એ જ પ્રમાણે શારીરિક દષ્ટિએ સક્ષમ ન હોય એવા એટલે કે હાઈ બ્લડપ્રેશર, હાઈ ડાયાબિટિસ, કેન્સર જેવી બીમારીઓ હોય એવા પોલીસ હવાલદારને તેમની વિનંતી પ્રમાણે 8 કલાક ફરજ અને 16 કલાક આરામ અથવા 12 કલાક ફરજ અને 24 કલાક આરામ ફરજ પદ્ધતિ આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...