તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડક પગલા:ચોપાટીના સમુદ્રમાં જવાનો પ્રયાસ કરનારને પોલીસે મરઘા બનાવ્યા

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.

મરીન ડ્રાઈવ પર માસ્ક પહેર્યા વિના ભટકનારને પકડીને પોલીસે મરઘા બનાવ્યા એવો મેસેજ સોશિયલ મિડિયા પર વાઈરલ થયો હતો. જોકે આ લોકો મરીન ડ્રાઈવના કઠેડા પરથી સમુદ્રમાં ઊતરવા જતાં પકડાયા હોવાથી તેમને મરઘા બનવાની સજા આપવામાં આવી હતી એમ મંગળવારે પોલીસે ખુલાસો કર્યો હતો.સોમવારે બપોરે પાંચ જણ મરીન ડ્રાઈવ તે કઠેડા પરથી સમુદ્રમાં ઊતરવાનો પ્રયાસ કરતા હતા. તે સમયે ત્યાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસે તેમને પકડી પાડ્યા હતા અને મરઘા બનવાની સજા આપી હતી. આ પછી પાંચેયને ચેતવણી આપીને છોડી મૂકવામાં આવ્યો હતો.આ અંગેનો વિડિયો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ ગયો હતો. જોકે તેમાં માસ્ક નહીં પહેરવાથી પોલીસે આવી સજા આપી હોવાનો મેસેજ ફરવા લાગ્યો હતો.

આથી પોલીસે મંગળવારે ટ્વિટર પર ખુલાસો કરતાં જણાવ્યું કે દરેક નિયમના ભંગ સામે કાનૂની જોગવાઈ છે અને આ જ દંડાત્મક પગલાં લેવાનાં હોય છે. દરમિયાન મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ વિશ્વનાથ કોલેકરે જણાવ્યું કે પાંચેય જણ કઠેડા પરથી સમુદ્રમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરતા હતા. આ રીતે તેઓ પોતાનો જીવ જોખમમાં મૂકવા માગતા હતા. આથી અમારી ટીમને પકડીને તેમને બોધ આપવા મરઘા બનવાની સજા આપી હતી. જોકે માસ્ક નહીં પહેરવા માટે આવી સજા આપી એ વાત ખોટી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો