કાર્યવાહી:દારૂના નશામાં વિનયભંગ કરનાર પોલીસ સસપેન્ડ

મુંબઈ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વહાલથી છોકરીને સ્પર્શ કર્યાનું જણાવ્યું

ભાંડુપ રેલવે સ્ટેશનની બહાર એક પોલીસ કોન્સ્ટેબલે દારૂના નશામાં 10 વર્ષની છોકરીને સ્પર્શ કરીને એનો વિનયભંગ કર્યો હતો. મહાપાલિકાની હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી માતા સાથે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. સશસ્ત્ર દળમાં કાર્યરત આ પોલીસની ભાંડુપ પોલીસે ધરપકડ કરી હતી અને એને સસપેન્ડ કરવામાં આવ્યો હતો.

કલ્યાણમાં રહેતો આ કોન્સ્ટેબલ મિત્રોને મળવા ભાંડુપ આવ્યો હતો. ત્રણચાર મિત્રો સાથે બારમાં દારૂ પીધા બાદ બધા ટુવ્હીલર પર આંટો મારવા નીકળ્યા. ભાંડુપ સ્ટેશન નજીકની બજારમાં નર્સ પોતાની પુત્રી સાથે જઈ રહી હતી. એ સમયે દારૂના નશામાં કોન્સ્ટેબલ ત્યાં આવ્યો અને છોકરીના શરીરને સ્પર્શ કર્યો હતો. આ જોઈને માતાએ બુમાબુમ કરતા આસપાસના નાગરિકો ભેગા થઈ ગયા.

નર્સે ભાંડુપ પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવતા વિનયભંગ કરનારા યુવકની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં આ યુવક કોન્સ્ટેબલ હોવાનું જણાયું. આ બાબતનો અહેવાલ સશસ્ત્ર દળને મોકલવામાં આવ્યો. એને સેવામાંથી સસપેન્ડ કરવામાં આવ્યો અને વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન છોકરીની છેડતી કરવાના ઉદેશથી સ્પર્શ કર્યો નહોતો પણ પોતાના લગ્ન થવા છતાં સંતાનો થતા ન હોવાથી વ્યથિત હતો અને એટલે વહાલથી હાથ લગાડ્યો એમ આ કોન્સ્ટેબલે પૂછપરછમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...