તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:પોલીસનું સ્ટિંગ ઓપરેશન: સેક્સ રેકેટમાં દલાલ મહિલાની ધરપકડ

મુંબઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • કલાકારો-મોડેલ્સ પાસેથી 3 % કમિશન લેતી, 1 અભિનેત્રી, 2 મોડેલ્સ રેસ્ક્યૂ કરાઇ

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 7એ એક મોટું સેક્સ રેકેટ પ્રકાશમાં લાવ્યું હતું. એમાં મોડેલ્સ સાથે ફિલ્મી કલાકારોનો પણ સમાવેશ છે. પોલીસે આ પ્રકરણે એક દલાલ મહિલાની ધરપકડ કરી હતી. એક અભિનેત્રી સહિત 2 મોડેલ્સને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. આ પહેલાં પણ ફિલ્મક્ષેત્ર સાથે સંબંધિત વ્યક્તિઓનો સેક્સ રેકેટમાં ભાગ પોલીસે ખુલ્લા પાડ્યો છે. હવે આ કાર્યવાહીથી ફરીથી ફિલ્મક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો છે.

ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી અકબર પઠાણના જણાવ્યા અનુસાર મુંબઈ પૂર્વ પરાંના પરિસરમાં એક સેક્સ રેકેટ ચાલુ છે. એમાં દેહવિક્રય માટે મોડેલ્સ અને અભિનેત્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે એવી માહિતી તેમની ટીમને મળી હતી. એ પછી પોલીસે બોગસ ગ્રાહક બનીને દલાલ મહિલા સાથે સંપર્ક સાધ્યો હતો. ગ્રાહક બનેલા પોલીસે ફિલ્મક્ષેત્રની કલાકાર અથવા મોડેલની માગણી કરી હતી. પહેલાં આ મહિલાએ પોતાનો કંઈ જ માહિતી નથી એવો ડોળ કર્યો હતો. પણ થોડા દિવસમાં મહિલાને પોલીસ પર વિશ્વાસ બેઠો હતો. એણે ગ્રાહક બનીને આવેલા પોલીસ સાથે રૂપિયાની વાટાધાટ શરૂ કરી. એક રાત માટે રૂ. 55,000ની માગણી કરી હતી.

પોતાના સંપર્કમાં અનેક કલાકારો અને મોડેલ્સ સંપર્કમાં છે એમ દલાલ મહિલાએ જણાવ્યું હતું.
સોદો નક્કી થયા પછી આ મહિલાએ ગ્રાહક બનીને આવનારા પોલીસને ત્રણ યુવતીઓના ફોટા દેખાડીને કોઈ એકને પસંદ કરવાનું જણાવ્યું. એના માટે એણે ઘાટકોપરમાં એક હોટેલમાં રૂમ પણ બુક કર્યો. ત્યાં એ ત્રણેય યુવતીઓ સાથે આવી. એમાં એક ભોજપુરી ફિલ્મની જાણીતી

કલાકાર છે અને એણે ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે. અન્ય બે યુવતીઓ મોડેલ છે.
જે સમયે હોટેલના રૂમમાં આ મહિલા અભિનેત્રી અને મોડેલ્સને દેખાડતી હતી એ જ સમયે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમે ત્યાં રેડ પાડી અને 3 મહિલાઓને રેસ્ક્યૂ કરી. પોલીસે આ દલાલ મહિલાની ધરપકડ કરી હતી. જો કે આ પૂર્ણ રેકેટના માસ્ટરમાઈન્ડનો પત્તો હજી મળ્યો નથી. એ ફરાર હોવાનું જણાવવામાં આવે છે. પોલીસ એને શોધી રહી છે. દરમિયાન ધરપકડ થયેલી દલાલ મહિલાએ જણાવ્યું કે એ દેહવિક્રય કરતી કલાકારો અને મોડેલ્સ પાસેથી 3 ટકા કમિશન લેતી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો