ધરપકડ:રૂ 3 કરોડનું દાણચોરીનું 6 કિલો સોનુ પોલીસે ઝડપ્યું, સોલાપુર તરફથી આવતી કારમાં બેની ધરપકડ

મુંબઈએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મુંબઇમાં ગેરકાયદે રીતે દાણચોરીથી લાવવામાં આવી રહેલા 6 કિલો સોનાના જથ્થાને સોલાપુર શહેરની સીમમાંથી પોલીસે ઝડપી લીધું છે. આ સોનાની કિંમત રૂ. 3 કરોડ રૂપિયાની નજીક હોવાનું કહેવાય છે. સોલાપુર પોલીસના જણાવ્યા મુજબ એક ટીપના માધ્યમથી પોલીસે નાકાબંધીમાં એક વિશેષ કાર અટકાવી હતી જે વિશાખાપટ્ટનમથી સોલાપુર તરફ થઇને મુંબઇ જઇ રહી હતી. આ કારની તલાશી લેતાં ડ્રાઇવરની સીટ નીચે 6 સોનાના બિસ્કીટ મળી આવ્યા હતા. આ સોનું પેકીંગ કરીને સીટની નીચે છુપાવીને રાખાવમાં આવ્યું હતું. આ વિશે પૂછપરછ કરતા પ્રાથમિક વિગતો અનુસાર આ સોનું મુંબઈના બુલિયન વેપારીને આપવા માટે લઇ જવામાં આવી રહ્યું હતું. પોલીસે આ કેસમાં 2 આરોપીની ધરપકડ કરી હતી. આ પદ્ધતીથી કેટલી વાર અને કેટલા કિલો સોનાની દાણચોરી અને ડીલીવરી કરવામાં આવી છે, તે હવે પોલીસ આગળની તપાસમાં શોધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...