તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળતા:પોલીસે ઓપરેશન મુસ્કાન અંતર્ગત 145 બાળકોને શોધ્યા, 129 બાળકોની સુખરૂપ ઘરવાપસી કરવામાં આવી

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈ શહેરમાં દરરોજ કોઈને કોઈ પોલીસ સ્ટેશનમાં બાળક ખોવાયાની ફરિયાદ દાખલ થાય છે. ઘણી વખત રસ્તો ભૂલેલ બાળક ઘરે પાછા ફરે છે. પણ અનેક બાળકો લાપતા થાય છે. આવા બાળકોને શોધવા માટે મુંબઈ પોલીસે જૂન મહિનામાં ઓપરેશન મુસ્કાન અમલમાં મૂક્યું હતું. આ ઓપરેશનમાં 145 બાળકોને શોધવામાં સફળતા મળી હતી અને એમાંથી 129 બાળકોની પોલીસે સુખરૂપ ઘરવાપસી કરી હતી. બધે જ હાહાકાર મચાવનાર કોરોના હોવા છતાં મુંબઈ પોલીસે 1 જૂનથી 30 જૂન દરમિયાન શહેરમાં ઓપરેશન મુસ્કાન અમલમાં મૂક્યું હતું.

આ ઝુંબેશમાં જે બાળકો ખોવાયાની ફરિયાદ છે એવા 129 બાળકો મળી આવ્યા. એમાં 23 છોકરીઓનો સમાવેશ છે. આ બાળકોને તરત માતાપિતાને સોંપવામાં આવ્યા. જે બાળકોની ખોવાયાની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ નથી એવા 9 બાળકો મળ્યા જેમાં 3 છોકરીઓ અને 6 છોકરાઓનો સમાવેશ છે. ઉપરાંત 8 બાળકો ભીખ માગતા મળી આવ્યા હતા જેમાં 5 છોકરા અને 3 છોકરીઓનો સમાવેશ છે.

નાના બાળકો ખોવાયાની ઘટના ક્યાંકને ક્યાંક બને છે. ઘણી વખત વાલીઓ ફરિયાદ દાખલ કરે છે. અનેક વાલીઓ ફરિયાદ નોંધાવતા નથી. પણ અમે સમયાંતરે આવા બાળકોને શોધવા માટે શહેરમાં ઓપરેશન મુસ્કાન અમલમાં મૂકીયે છીએ. આ વખતે કોરોના હોવા છતાં અમે 145 ખોવાયેલા બાળકો શોધી કાઢ્યા એમ ઉપાયુક્ત (પ્રતિબંધ) બાલસિંગ રાજપુતે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...