તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરાહનીય કામગીરી:પાણીમાં કાર અટવાતાં પોલીસે મહિલા સહિત ત્રણને બચાવ્યા

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મુંબઈમાં ભારે વરસાદને લીધે ઠેર ઠેર ઘૂંટણ સમાં પાણી ભરાઈ ગયાં હતાં. તે સમયે એક કાર પાણીમાં અટવાઈ ગઈ હતી. આ અંગે જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કારમાંથી બે મહિલા અને ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. રવિવારે પોલીસે આ અંગેના ફોટો ટ્વીટ કર્યા હતા.કાર ચાર ફૂટ પાણીમાં અટવાઈ ગઈ હતી.

આ અંગે જાણ થતાં જ મુંબઈ પોલીસના જવાનો ત્યાં પહોંચી ગયા હતા અને બે મહિલા તથા ડ્રાઈવરને સુરક્ષિત બહાર કાઢીને તેમની ઘરે જવાની વ્યવસ્થા કરી દીધી હતી. મુંબઈ પોલીસના અધિકૃત ટ્વીટર અકાઉન્ટ પરથી રવિવારે આ માહિતી આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...