તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનોખી મદદ:ચાલતી ટ્રેનને પકડવા જતાં વિકલાંગને પોલીસે બચાવ્યો, કોન્સ્ટેબલે સમયસર ખેંચી લેતાં જીવ બચ્યો

મુંબઈએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

મુંબઈગરા હંમેશાં કામધંધે જવા માટે ઉતાવળમાં હોય છે, જે માટે જીવ જોખમમાં મૂકીને ટ્રેનમાં ચઢવામાં પણ પાછીપાની કરતા નથી. ચાલતી ટ્રેનમાં ચઢઊતર નહીં કરવા માટે રેલવેમાં વારંવાર એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે છતાં તેની કોઈ અસર થતી નથી. દરેક બીજા દહાડે પશ્ચિમ અને મધ્ય રેલવેમાં ચાલતી ટ્રેનમાં ચઢઊતર કરવા સમયે અથવા પાટા ઓળંગતી વખતે પોલીસો દ્વારા પોતાનો જીવ જોખમમાં મૂકીને પ્રવાસીને બચાવી લેવાયાના અનેક કિસ્સા સોશિયલ મિડિયા પર વાઈરલ થાય છે. તે છતાં પ્રવાસીઓ તેમાંથી કોઈ બોધ લેવાનું નામ લેતાં નથી.

આવો જ એક કિસ્સો મધ્ય રેલવેના પનવેલ સ્ટેશન પર બન્યો હતો. પોલીસ કોન્સ્ટેબલની સમયસૂચકતાને લીધે એક વિકલાંગ વ્યક્તિનો જીવ બચી ગયો હતો. પનવેલ સ્ટેશનના પ્લેટફોર્મ નં. 7 પર રોહા જતી ટ્રેનમાં વિકલાંગ પ્રવાસી પ્રહલાદ પાટીલ ચઢતો હતો. તે સમયે ટ્રેન અચાનક શરૂ થઈ ગઈ હતી.

ટ્રેન છોડી દેવાને બદલે ઉતાવળિયા પાટીલે ચાલતી ટ્રેનમાં ચઢવા માટે ફૂટબોર્ડ વચ્ચેનો સળિયો પકડીને ચઢવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. ટ્રેને સ્પીડ પકડતાં તે પડીને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેની જગ્યામાં જવાનો જ હતો ત્યાં આરપીએફનો કોન્સ્ટેબલ હરેશ મહાલે દોડતો દોડતો પાછળ ગયો અને પાટીલનો જમણો હાથ ખેંચીને તેને બચાવી લીધો હતો. આ સર્વ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જે વાઈરલ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો