તપાસ:પોલીસ તરફથી શરદ પવારના ઘર સિલ્વર ઓકની સુરક્ષા અંગે તપાસ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલન પછી કેટલીક મહત્વની ભલામણો કરવામાં આવી

રાષ્ટ્રવાદી કોંગ્રેસ અધ્યક્ષ શરદ પવારના મુંબઈ સ્થિત ઘર સિલ્વર ઓક નિવાસસ્થાને એસટી કર્મચારીઓએ ઘુસવાનો પ્રયત્ન કર્યા પછી હવે મુંબઈ પોલીસની વિશેષ શાખાએ ત્યાંની સુરક્ષાનો કયાસ કાઢ્યો છે. આ કયાસ બાદ પવારના નિવાસસ્થાનની સુરક્ષાનો અહેવાલ વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં સુરક્ષાની દષ્ટિએ ત્રણ મહત્વની ભલામણ કરવામાં આવી છે.

એમાં સિલ્વર ઓક અને સ્થાનિક ગાવદેવી પોલીસ સ્ટેશન વચ્ચે સીધા સંપર્ક યંત્રણા ઊભી કરવી, ગાવદેવી પોલીસ સ્ટેશનમાં સંખ્યાબળ વધારવું અને સુરક્ષાની દષ્ટિએ સિલ્વર ઓકના પ્રવેશદ્વાર પર ઈંટરલોકિંગ બેરિકેડ્સ વાપરવાની ભલામણનો સમાવેશ છે. એસટી કર્મચારીઓના આંદોલન પછી પવારના નિવાસસ્થાનની સુરક્ષાનો કયાસ કાઢવામાં આવ્યો હતો.

આંદોલનના દિવસે બનેલા ઘટનાક્રમને જોતા તમામ પરિસ્થિતિનો કયાસ કાઢવામાં આવ્યો હતો. એ સમયે કઈ ભૂલોના કારણે આંદોલનકારીઓ ઘર સુધી પહોંચ્યા એની તપાસ કરવામાં આવી હતી. તેમ જ પરિસર અને નિવાસસ્થાનના નકશાઓનો અભ્યાસ કરીને ભલામણ કરવામાં આવી હોવાનું એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

સૌથી ગંભીર બાબત એટલે આંદોલનકારીઓ નિવાસસ્થાનમાં પ્રવેશનો પ્રયત્ન કરી રહ્યા હતા એ સમયે પોલીસ નિયંત્રણ કક્ષને સિલ્વર ઓકમાંથી ફોન કરવામાં આવ્યો હતો. પણ ફોન કરવા છતાં સ્થાનિક ગાવદેવી પોલીસ સ્ટેશનના અધિકારીઓને ઘટનાસ્થળે પહોંચવામાં ઘણો સમય લાગ્યો. આ બાબતે પવાર કુટુંબીઓએ નારાજગી વ્યક્ત કરી છે.

તેથી સિલ્વર ઓક અને સ્થાનિક ગાવદેવી પોલીસ સ્ટેશન વચ્ચે સીધી સંપર્ક યંત્રણા ઊભી કરવા બાબતે વિશેષ શાખા તરફથી ભલામણ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિ ભવિષ્યમાં ઉદભવે તો પોલીસ તરત ઉપલબ્ધ થાય એ માટે ગાવદેવી પોલીસ સ્ટેશનના સંખ્યાબળમાં વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. મોટા ભાગના પોલીસ સ્ટેશનમાં પદ ખાલી છે. પણ ગાવદેવી જેવા બંદોબસ્તની દષ્ટિએ સંવેદનશીલ પોલીસ સ્ટેશનમાં તમામ ખાલી પદ ભરવાની ભલામણ કરવામાં આવી છે.

પ્રવેશદ્વારની બહાર ઈંટરલોકિંગ બેરિકેડ્સ
સિલ્વર ઓક અને એની આજુબાજુ ઉંચી ભીંત હોવાથી એના પ્રાંગણમાં પ્રવેશ કરવો સહેલું નથી. જોકે એસટી આંદોલન પ્રમાણ પ્રવેશદ્વારમાંથી જ અંદર પ્રવેશ કરવો શક્ય હોવાથી લોકોને સહેલાઈથી અંદર પ્રવેશ ન મળે એ માટે બહાર ઈંટરલોકિંગ બેરિકેડ્સ ઊભા કરવાનું જણાવવામાં આવ્યું છે.

આ કયાસ સિવાય આ ઘટના માટે કારણભૂત ત્રુટિઓ બાબતે સહ પોલીસ આયુક્ત (કાયદો અને સુવ્યવસ્થા) વિશ્વાસ નાંગરે પાટીલ તરફથી તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી ગાવદેવી પોલીસ સ્ટેશનના વરિષ્ઠ નિરીક્ષક સસપેન્ડ કરવામાં આવ્યા છે. પરિમંડળ 2માં પૂર્ણ સમય ઉપાયુક્તની નિયુક્તી કરવામાં આવી છે. આ પ્રકરણની તપાસ હજી ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...