તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મુંબઈ પોલીસ હવે મુંબઈના ભિખારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મુંબઈ પોલીસ તરફથી ભિક્ષુક પકડો ઝુંબેશ અમલમાં મૂકવામાં આવશે. એના અંતર્ગત રસ્તા પરના ભિખારીઓને પકડીને તેમને ચેંબુરના ભિક્ષુક સ્વીકાર કેન્દ્રમાં રાખવામાં આવશે. તેમની કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.
ભિક્ષુક પકડો ઝુંબેશ અંતર્ગત મુંબઈના રસ્તાઓ પર ભીખ માગતા લોકોને મુંબઈ પોલીસ તાબામાં લેશે. ફેબ્રુઆરીથી આ ઝુંબેશની શરૂઆત કરવાનો પોલીસ સહઆયુક્ત વિશ્વાસ નાંગરે પાટીલે આદેશ આપ્યો છે. તેમની કોવિડ ટેસ્ટ કરીને ચેંબુરના ભિક્ષુક સ્વીકાર ગૃહમાં મોકલવામાં આવશે. ભીખ માગવી કાયદેસર ગુનો છે. એનું પોલીસ હવે સખતાઈથી પાલન કરશે. મુંબઈમાં દિવસે દિવસે ભિખારીઓની સંખ્યા વધી રહી છે. એમાં આ ખરાબ પરિસ્થિતિને પોતાનો વ્યવસાય બનાવનારાઓની સંખ્યા વધારે છે. તેથી પોલીસે આ ઝુંબેશની શરૂઆત કરી છે. ભીખ માગવી એ એટલી ખરાબ અવસ્થા છે કે આપણા દુશ્મન પર પણ આવો સમય ન આવે એમ બોલાય છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.