કોરોના રસીકરણ:બેઘર લોકોના રસીકરણ માટે પોલીસની મદદ

મુંબઈ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ઈન્સ્પેક્ટરને આ બાબતે સૂચના અપાઈ

કોરોનાના સમયમાં પોતાનો જીવ જોખમમાં મૂકીને સામાન્ય નાગરિકોની મદદે દોડી આવનાર મુંબઈ પોલીસ હવે બેઘર અને માનસિક રીતે અક્ષમ લોકોને મદદનો હાથ લંબાવશે. મુંબઈના રસ્તાઓ પર રહેતા, જેમનું કોઈ નથી એવા માનસિક રોગી નાગરિકોના રસીકરણ માટે પોલીસ આગળ આવ્યા છે.

કોરોના વાયરસનું સંક્રમણ ઓછું થયું છે છતાં એ જડમૂળથી નાબૂદ થયો નથી. તેથી બધાનું રસીકરણ કરવાની અને નિયમો પાળવાની હજી જરૂર છે. નિયમો ન પાળનારા લોકો પર સખત કાર્યવાહી કરનારા પોલીસ હવે રસીકરણ થાય એ માટે આગળ આવ્યા છે. મુંબઈના રસ્તાઓ પર રહેતા બેઘર અને માનસિક રીતે અક્ષમ લોકોના રસીકરણની જવાબદારી સરકારે અમને આપવી એવી જનહિત અરજી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આવા વ્યક્તિઓનું રસીકરણ વહેલાસર કરવું એવો આદેશ આપ્યો હતો. એ મુજજબ પુણે ખાતેના રાજ્ય કુટુંબ કલ્યાણ વિભાગ તરફથી મુંબઈ પોલીસને રસીકરણ માટે મદદ કરવા સંદર્ભે એક પત્ર મોકલવામાં આવ્યો છે.

મુંબઈ પોલીસે બેઘર, માનસિક દર્દીઓના રસીકરણની જવાબદારી લીધી છે. તમામ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરને આ બાબતે સૂચના આપવામાં આવી છે. પોતાની હદમાં જેમનું કોઈ નથી એવા બેઘર માનસિક દર્દીઓને શોધીને તેમને નજીકની હોસ્પિટલમાં અથવા રસીકરણ કેન્દ્રમાં લઈ જઈને તેમનું રસીકરણ કરવું એમ જણાવવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...