તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આર્થર રોડની જેલમાં હાઈ સિક્યુરિટી જેલ (અંડર સેલ)માં બેઠાં બેઠાં પોતાના ગુંડાઓને હાથથી લખેલી ચિઠ્ઠીઓ મોકલાવીને એક ગંભીર ગુનાના મુખ્ય સાક્ષીદારને ગેન્ગસ્ટરની તરફેણમાં સાક્ષી આપવા માટે ધાકધમકી આપવાના કૌભાંડમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના ચારકોપ યુનિટે જેલના હેડ કોન્સ્ટેબલ અર્જુન ઘોડકેની ધરપકડ કરી છે. ઘોડકે છેલ્લા કેટલાક મહિનાઓથી ગેન્ગસ્ટરો સાથે મળી ગયો હતો. પૈસા લઈને તે ગેન્ગસ્ટરોની હાથથી લખેલી ચિઠ્ઠીઓ બહાર તેના ગુંડાઓને પહોંચાડતો હતો, જેને આધારે પછી આ ગુંડાઓ ગુનાખોરી આચરતા હતા. ગેન્ગસ્ટરોની ધરપકડ પછી ઊલટતપાસમાં તેણે આર્થર રોડમાં અંડા સેલમાં ફરજ બજાવતા ઘોડકેનું નામ આપ્યું હતું, જેની ધરપકડ કરીને હવે વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ સંબંધે ડ્રગ્સ કેસનો આરોપી સાજીવ ઈલેક્ટ્રિકવાલા અને મટકાકિંગ સુરેશ ભગતની હત્યા કેસમાં આજીવન કેદ ભોગવતા હરીશ માંડવીકર અને તેમના ગુંડાઓ સચિન કોળેકર ઉર્ફે પિંટુ અને સુજિત પડવલકરની એટીએસે અગાઉ ધરપકડ કરી છે.જૂન 2015માં એટીએસે અંધેરી લોખંડવાલા કોમ્પ્લેક્સ ખાતેથી 155 કિલો ડ્રગ્સ સાથે ઈલેક્ટ્રિકવાલાની ધરપકડ કરી હતી. તેની સામે વિશેષ એનડીપીએસ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં કાંદિવલીમાં મુખ્ય સાક્ષીદાર રહે છે, જેની સાક્ષી કોવિડ-19ને લીધે સુનાવણીઓ મોકૂફ રખાતાં અધૂરી રહી હતી. આ પછી 26 નવેમ્બરે સાક્ષીદારને સાક્ષી પૂરી કરવા બોલાવાયો હતો.
જોકે તેના એક અઠવાડિયા પૂર્વેથી જ કાંદિવલીના સાક્ષીદારને પરિચિત પડવલકરે ઈલેક્ટ્રિકવાલાની તરફેણમાં સાક્ષી આપવા ધમકી આપી હતી. સળંગ ચાર- પાંચ દિવસ ધમકીઓ આપતાં સાક્ષીદારે એટીએસમાં ફરિયાદ નોંધાવી હતી, જેને લઈ પડવલકરની ધરપકડ કરાઈ હતી. પડવલકરે જેના ઈશારે ધમકી આપી તે સચિન કોળેકરની પણ ધરપકડ કરાઈ હતી. કોળેકરે મટકાકિંગની સુરેશ ભગતની 2008માં થયેલી હત્યા સહિત 13 ગંભીર ગુનામાં જેલમાં સબડતા ગેન્ગસ્ટર હરીશ રામા માંડવીકર ઉર્ફે ગણિગાના કહેવા પરથી ધમકી અપાવી હોવાનું જણાવ્યું હતું. આ અંગે વધુ તપાસ કરતાં માંડવીકર અને ઈલેક્ટ્રિકવાલા બંને અંડા સેલમાં આજુબાજુની કોઠડીમાં હતા. તેમણે હાથ મિલાવી લીધા હતા અને ઘોડકેને ફોડ્યો હતો, જેના આધારે જેલની બહાર પોતાના ગુંડાઓને ચિઠ્ઠીઓ મોકલતા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.