તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના કાળ:કોરોનાની દવા યોગ્ય દરમાં ઉપલબ્ધ કરવા માટે નિર્દેશ

મુંબઈ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા-રાજ્ય સરકારે સંયુક્ત રીતે નિયોજન કરવું જોઈએ

રાજ્યના કોરોનાગ્રસ્તો પર સારવાર અને અત્યારે ઉપલબ્ધ દવાઓના દર નિશ્ચિત કરવા બાબતે મુંબઈ મહાપાલિકા અને રાજ્ય સરકારે સહિયારી રીતે સમન્વય સાધીને કામ કરવું જોઈએ એવી અપેક્ષા વ્યક્ત કરતા કોરોના પર નિયંત્રણ માટે સામાન્ય નાગરિકોને કઈ દવા ક્યાં મળશે એની માહિતી સહેલાઈથી ઉપલબ્ધ કરી આપવી એવો મત મુંબઈ હાઈ કોર્ટે વ્યક્ત કર્યો હતો.કોવિડ-19ના દર્દીઓ માટે મહત્ત્વની એવી રેમડેસિવિર 100, ટેમિફ્લૂ અને એક્ટેમેરા 400 ઈંજેક્શન દવાઓની દુકાનોમાં સહેલાઈથી ઉપલબ્ધ થતી નથી. તેથી દિવસે ઓછામાં ઓછા 100 દર્દીઓના મૃત્યુ થાય છે એવો દાવો કરતા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓને એ સહેલાઈથી મળે એવી યંત્રણા ઊભી કરવાની માગણી કરતી જનહિત અરજી ઓલ મહારાષ્ટ્ર હ્યુમન રાઈટ્સ વેલફેર એસોસિએશન તરફથી મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

આ અરજી પર મુખ્ય જજ દીપાંકર દત્તા અને જજ ગિરીશ કુલકર્ણીની ખંડપીઠ સમક્ષ સુનાવણી થઈ હતી. કોરોના પર ઉપલબ્ધ દવાઓ અત્યારે સહેલાઈથી ઉપલબ્ધ થઈ રહી છે એવી માહિતી રાજ્ય સરકાર તરફથી દાખલ કરવામાં આવેલ એફિડેવિટમાં સ્પષ્ટ કરવામાં આવી હતી. મુંબઈમાં 1 એપ્રિલથી 25 સપ્ટેમ્બર સુધી લગભગ 2,00,000 યુનિટ ઈંજેક્શન રેમડેસિવિર ઉપલબ્ધ કરી આપવામાં આવ્યા છે જે 307 વિતરકો સુધી પહોંચાડવામાં આવ્યા. 3,20,000 ફિવિપિરાવીર 200 એમજીની ગોળીઓ 183 હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવી એમ જણાવવામાં આવ્યું હતું.

જોકે એમાંથી ઓછામાં ઓછા 20 ટકા દુકાનોમાં આ ઈંજેક્શન મળતા નથી કારણ આ દવાઓના ફક્ત 6 વિતરકો જ મુંબઈમાં કાર્યરત છે. તેથી સમય આવ્યે વધુ રૂપિયા ચુકવીને દર્દીના સગાસંબંધીઓએ આ દવાઓ ખરીદવી પડે છે એવો આરોપ અરજદાર તરફથી કરવામાં આવ્યો છે. એના પર મહાપાલિકાને પણ પ્રતિવાદી કરવાનો નિર્દેશ કોર્ટે અરજદારને આપતા અરજી પરની સુનાવણી ગુરુવાર સુધી મોકૂફ રાખી. કોરોનાની દવાઓ સહેલાઈથી ક્યાં મળશે? એની માહિતી નાગરિકોને મળવી જરૂરી છે. તેથી મહાપાલિકા અને રાજ્ય સરકારે એના પર સહિયારી રીતે કામ કરીને નિયોજન કરવું જોઈએ. દવાઓની કિંમતની માહિતી પણ નાગરિકોને મળવી જોઈએ એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો