પુરસ્કાર:કવિ કમલ વોરાને ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

જાણીતા ગુજરાતી કવિ કમલ વોરાને સંબલપુર યુનિવર્સિટીનો વર્ષ ૨૦૨૦ માટેનો પ્રતિષ્ઠિત ગંગાધર રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત થયો છે. ઓરિસાના ખ્યાતનામ કવિ ગંગાધર મેહેરના નામથી આપવામાં આવતા આ પુરસ્કાર સંબલપુર યુનિવર્સિટીએ ૧૯૮૯માં સ્થાપ્યા હતા.૧૯૫૦માં જન્મેલા કમલ વોરા કવિ અને સંપાદક છે. એમનાં ત્રણ કાવ્યસંગ્રહ પ્રકાશિત થયા છે.

૧૯૯૧માં પ્રકાશિત પ્રથમ કાવ્યસંગ્રહ – ‘આરવ’ને ઉમાશંકર જોશી પુરસ્કાર મળ્યું હતું. એમના બીજા કાવ્યસંગ્રહ – ‘અનેક એક’નું પ્રકાશન ૨૦૧૨માં થયું હતું અને એને એ વર્ષનું ગુજરાત સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ૨૦૧૬માં સેન્ટ્રલ સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રદાન થયું હતું.

કમલ વોરાના કાવ્યસંગ્રહ - ‘વૃદ્ધાષ્ટક’ને વર્ષ ૨૦૧૬માં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું.વોરાનાં કાવ્યોનો હિન્દી, મરાઠી, બંગાળી, કન્નડ અને અંગ્રેજીમાં અનુવાદ પણ થયો છે. અનુદિત કાવ્યો ઇન્ડિયન લિટરેચર, શિકાગો રિવ્યૂ, એન્થોલૉજી ઑફ એશિયન પોએટ્સ અને મ્યુઝ ઇન્ડિયામાં પ્રકાશિત થયાં છે. તેઓ ગુજરાતી સાહિત્યિક સામયિક ‘એતદ’ના સંપાદક છે. તેઓ સાહિત્ય અકાદમીના ગુજરાતી સલાહકારી મંડળનું સભ્યપદ શોભાવી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...