ધરપકડ:PMના બોડીગાર્ડનું પાકીટ મારીને બેંક ખાતાનો સફાયો

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ પ્રકરણે રાણુ પાંડે અને હૈદર શેખની ધરપકડ

નરેન્દ્ર મોદીના વિશેષ સંરક્ષણ કાફલાના અધિકારી (એસપીજી)નું પાકીટ મારીને એના બેંક ખાતામાંથી રૂપિયાનો સફાયો કરવા પ્રકરણે રાણુ વીરેન્દ્ર પાંડે અને હૈદર સમશુદ્દીન શેખ નામના બે જણની અંધેરી પોલીસ ધરપકડ કરી હતી. હૈદરે રાણુ પાસેથી એટીએમ અને ક્રેડિટ કાર્ડ લઈને રૂપિયા કાઢ્યા હોવાનું તપાસમાં જણાયું હતું.

આ અધિકારી 6 નવેમ્બરના મિત્રને મળવા માટે ઓડિશાથી મુંબઈના વિલેપાર્લે એરપોર્ટ પર આવ્યો હતો. પ્રભાદેવી જવા માટે એણે લોકલ પકડી. લોકલ માહિમ પહોંચી ત્યારે એના મોબાઈલ પર બેંકના ખાતામાંથી રૂપિયા કઢાવ્યાનો મેસેજ આવ્યો. બેગ તપાસી ત્યારે એમાં પાકીટ નહોતું. એણે અંધેરી રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. અંધેરી રેલવે પોલીસે અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ ચોરી અને આઈટી કાયદા અનુસાર ગુનો દાખલ કર્યો.

પોલીસે અંધેરીથી રાણુને તાબામાં લીધો. સખતાઈથી પૂછપરછ કરતા એણે પાકીટ માર્યાની કબૂલાત કરી. એ પછી પાકીટમાંનું કાર્ડ રાણુએ હૈદરને આપ્યું હતું. હૈદરે એ કાર્ટ સ્વેપ કરીને ખાતામાંથી 4 હજાર રૂપિયા કાઢીને રાણુને આપ્યા. રાણુએ આ 4 હજાર રૂપિયા નશા માટે વાપર્યા. પોલીસે હૈદરને પણ તાબામાં લીધો હતો. બંને આરોપીઓને કોર્ટે પોલીસ કસ્ટડી સંભળાવી હતી.

50 ATM કાર્ડ જપ્ત
પોલીસે હૈદરના ઘરમાંથી એક લેપટોપ, કાર્ડ રીડર મશીન, ઈ-વોલેટ એપ્સનું મશીન, 50 એટીએમ કાર્ડ, ક્રેડિટ કાર્ડ એમ 1 લાખ 24 હજાર 790 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...