તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃત્રિમ અછત:PPE કિટના કાચા માલની કૃત્રિમ અછત સર્જતા પ્લાસ્ટિક પ્રોસેસર્સ

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વધુ નફો કમાવવાની લાલચે અમુક વેપારીઓ સંગ્રહખોરી કરી રહ્યા છે

કોરોના વાઇરસ સામેની લડાઈમાં માનવજાત માટે પ્લાસ્ટિક એક હીરો તરીકે ઉપયોગી સાબિત થયું છે. સમગ્ર વિશ્વમાં કોવિડ-19 લડવૈયા દ્વારા પહેરવામાં આવતી PPE કિટ્સ પ્લાસ્ટિકમાંથી બને છે. આ કિટ્સનું રક્ષણાત્મક કવચ પહેરીને લડવૈયાઓ તેમના કામ કરે છે અને લાખો લોકોની જિંદગી બચાવે છે.કમનસીબે, કેટલાક તકવાદી નફાખોરો ટૂંકાગાળાનો લાભ મેળવવા માટે સમગ્ર ઉદ્યોગને કટોકટીમાં ધકેલી રહ્યા છે.કોવિડ-19ના લોકડાઉનમાંથી ભારત ધીરેધીરે બહાર આવી રહ્યું છે ત્યારે કેટલાક વેપારીઓએ પ્લાસ્ટિકના વિવિધ કાચમાલની સંગ્રહખોરી ચાલુ કરી દીધી છે અને રેઝિન મેન્યુફેક્ચરર્સ દ્વારા યાદીમાં નિર્ધારિતકરાયેલા ભાવ કરતાં વધારે કિંમતમાં નાના પ્રોસેસર્સને વેચાણ કરીને નફાખોરી કરી રહ્યા છે.

અછત કઈ રીતે સર્જાય છે
સંગ્રહ અને નફાખોરીની મોડેસ ઓપરેન્ડી એવી છે કે, આ વેપારીઓ અને પ્રોસેસર્સ સ્થાનિક અને વિદેશના રેઝિન ઉત્પાદકો પાસેથી મોટા જથ્થામાં ખરીદી કરી મોટા વોલ્યૂમનું ડિસ્કાઉન્ટ મેળવીને માલ એકત્ર કરી રહ્યા છે અને પ્રોસેસર્સને ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે. કેટલાક પ્રોસેસર્સ આ કાચામાલને ફાઇનલ પ્રોડક્ટમાં પરિવર્તિત કરવાની પ્રોસેસ કરતાં જ નથી. તેના બદલે તેઓ અન્ય પ્રોસેસર્સને ઊંચું પ્રીમિયમ લઈને કાચોમાલ વેચી રહ્યા છે. આ સ્થિતિના કારણે કાચામાલની કૃત્રિમ અછત સર્જાય છે અને ભાવ ઊંચકાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો