તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:પેટ્રોકેમિકલ્સમાં નફાખોરી રોકવા પ્લાસ્ટિક ઉત્પાદકોનો મોદીને પત્ર

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આ ઉદ્યોગને બચાવવા તુરંત પગલાં લેવા અનુરોધ કર્યો

પેટ્રોકેમિકલ્સમાં અયોગ્ય રીતે ચાલતી નફાખોરીને લીધે પ્લાસ્ટિક ઉત્પાદન અને પ્રોસેસિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં આવી ગયો છે અને પડી ભાંગવાને આરે હોવાથી તેને કોતલા માટે નિયામક સ્થાપવાની માગણી દેશભરનાં 10થી વધુ સંગઠનોનું પ્રતિનિધિત્વ કરતા પ્લાસ્ટિકના ઉત્પાદો, પ્રોસેસરોના સંગઠને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગણી કરી છે. સંગઠનોએ પ્લાસ્ટિક ઉદ્યોગને ટકાવી રાકવા અને ચીન જેવા અન્ય દેશો સાથે સ્પર્ધાત્મક રાખવા માટે એન્ટી- ડમ્પિંગ ડ્યુટી લાદવાનું બંધ કરવા, ફરજિયાત બીઆઈએસ ધોરણો, કાચા માલો પર આયાતવેરો ઘટાડવા અને દેશમાંથી કાચા માલની નિકાસ પર પ્રતિબંધ લાદવાની પણ આ સાથે માગણી કરી છે.

26 નવેમ્બરે પ્લાસ્ટિક ઉત્પાદકો અને પ્રોસેસિંગ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતાં 10થી વધુ સંગઠનોએ મોદીને પત્ર લખ્યો છે. આ પત્ર પર ધ ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત તુરખિયા, ઓર્ગેનાઈઝેશન ઓફ પ્લાસ્ટિક્સ પ્રોસેસર્સ ઓફ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ મહેન્દ્ર સંઘવી, ઈન્ડિયન પ્લાસ્ટિક્સ ફેડરેશન, કોલકતાના પ્રેસિડેન્ટ રમેશ કે. રાતેરિયા, ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ શૈલેષ પટેલ, કર્ણાટક સ્ટેટ પ્લાસ્ટિક્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિજય કુમાર, મહારાષ્ટ્ર પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ રવિ જશનાની, કેરળ પ્લાસ્ટિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ બાલકૃષ્ણ ભટકાકુંજે, તેલંગણા અને આંધ્રના પ્લાસ્ટિક્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિમલેશ ગુપ્તા, કેનેરા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ બી એ નઝીર સહિતના સંગઠનોના પ્રમુખોએ સહી કરી છે.

ભારતમાં પ્લાસ્ટિક્સ ઉદ્યોગનાં 50,000થી વધુ પ્લાસ્ટિક્સ પ્રોસેસિંગ યુનિટ્સ છે, જેમાંથી 90 ટકા એમએસએમઈ છે. ક્ષેત્ર 50 લાખથી વધુ લોકોને રોજગાર આપે છે અને દેશની જીડીપીમાં રૂ. 3 લાખ કરોડનું યોગદાન આપે છે. દેશમાં કાચા માલના ઉત્પાદકો દ્વારા કાચા માલોની કિંમતમાં નાટકીય વધારાને લીધે પડી ભાંગવાને આરે આવેલા પ્લાસ્ટિક્સ પ્રોસેસિંગ ઉદ્યોગને બચાવી લેવા માટે મદદરૂપ થવા વડા પ્રધાનને શ્રી ચંદ્રકાંત તુરખિયાએ અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો