તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Mumbai
 • Pipeline Repair At G South Ward Was Completed 12 Hours Early, 2 Manholes Were Also Installed To Facilitate Future Repair Work.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી બચાવવામાં સફળતા:G દક્ષિણ વોર્ડ ખાતે પાઈપલાઈન રિપેરીંગ 12 કલાક વહેલું પૂરું થયું, ભવિષ્યમાં રિપેરીંગ કામ સહેલું કરવા 2 મેનહોલ પણ લગાડવામાં આવ્યા

મુંબઈ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જી દક્ષિણ વોર્ડ અંતર્ગત ગાવડે ચોકમાં દીપક થિયેટર નજીક બ્રિટિશકાલીન અને 1450 મિલીમીટર વ્યાસની તાનસા (પૂર્વ) પાઈપલાઈનનું મોટું રિપેરીંગનું કામ વોટર એન્જિનિયર ડિપાર્ટમેંટની ગળતર રિપેરીંગ ટીમે દિવસરાત મહેનત કરીને નિયત મુદતના 12 કલાક પહેલાં જ પૂરું કર્યું હતું. ખૂબ પડકારજનક આ કામ પાર પાડતા કુલ 5 ઠેકાણે દેખાયેલ ગળતરનું રિપેરીંગ કરવામાં આવ્યું હતું. તેથી હવે લાખો લીટર પાણીની બચત થશે. રિપેરીંગનું કામ સમય પહેલાં અને કુશળતાથી પાર પાડવા માટે ટીમના અધિકારીઓ અને કર્મચારીઓના મેયર કિશોરી પેડણેકર, મહાપાલિકા કમિશનર ઈકબાલ સિંહ ચહલ અને અતિરિક્ત મહાપાલિકા આયુક્ત (પ્રકલ્પ) પી. વેલુરાસુ સહિત વિવિધ મહાનુભવોએ વખાણ કર્યા છે. આ કામ સફળતાપૂર્વક પાર પાડવા માટે સંબંધિત પરિસરના નાગરિકોએ પણ મહાપાલિકા અને જળવિભાગના વખાણ કર્યા હતા.

આ પાઈપલાઈનના ગળતરનું રિપેરીંગ કરતા એના પર 2 મેનહોલ લગાડવામાં આવ્યા છે. પરિણામે ભવિષ્યમાં પાઈપલાઈનનું રિપેરીંગ કરવું પડશે તો મોટું ખોદકામ ન કરતા અને વાહનવ્યવહારમાં અડચણ ઊભી ન થતા આ મેનહોલ દ્વારા અંદર જઈને રિપેરીંગ કરવું સહેલું થશે. જો કે અત્યાધુનિક મશીનરી, જેસીબી અને પોકલેન, એ સાથે એર પ્લાઝમા કટિંગ મશીનને લીધે પાઈપલાઈનમાં પાણીનો પ્રવાહ ચાલુ હતો છતાં મેનહોલ કાપવું શક્ય થયું અને સમય બચ્યો. સીસી ટીવી ક્રાઉલર કેમેરાને લીધે પાઈપલાઈનમાં અંદર પ્રવેશ કરીને નિરીક્ષણ કરતા કર્મચારીઓને સુરક્ષિતતા મળી.એર બ્લોઅર મશીનને લીધે પાઈપલાઈનની અંદર હવાનો પુરવઠો કરવામાં આવ્યો. પરિણામે રિપેરીંગ ઝટ થવામાં મદદ થઈ. ગળતરને લીધે વેડફાતું કિંમતી લાખો લીટર પાણી બચાવવામાં સફળતા મળી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો