કાર્યવાહી:જેકલીનને સંડોવતા મની લોન્ડરિંગ કેસમાં પિંકી ઈરાનીની પૂછપરછ

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેકલીનને મોંઘી ભેટો આપનારા સુકેશની પણ તિહાર જેલમાં પૂછપરછ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ઇડી) તિહાર જેલની અંદર સુકેશ ચંદ્રશેખર સાથે મુંબઈની રહેવાસી પિંકી ઇરાનીની પૂછપરછ કરી હતી. અદાલતની આવશ્યક પરવાનગી લીધા પછી, ઇડીએ બંનેની પૂછપરછ કરી હતી. ઇડીએ ગયા અઠવાડિયે પિંકી ઇરાનીને ધરપકડ કરી હતી. ઇડીના અધિકારીઓ એ જાણવા પ્રયાસ કરી રહ્યા છે કે, પિન્કીએ ગેરકાયદે મની લોન્ડરિંગમાં મદદ કરી હતી કે નહીં. તિહાર જેલની અંદર, ચાર કલાકથી વધુ પૂછપરછ કરાઇ હતી. તપાસ દરમિયાન, ઇડીએ અભિનેત્રી જેકલીન ફરનાન્ડીસના મેકઅપ આર્ટિસ્ટ શાન મુથિલનું નિવેદન પણ રેકોર્ડ કર્યું હતું.

જેકલીન મની લોન્ડરિંગ કેસને લઈને ચર્ચાનું કેન્દ્ર બની છે. 200 કરોડના મની લોન્ડરિંગ કેસના આરોપી ઠગ સુકેશ ચંદ્રશેખરને લઈને એક નવી વાત સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશે જેકલીન સાથે ઓળખાણ કરાવવા માટે જ પિન્કી ઈરાનીને મોટી રકમ આપી હતી. પિન્કીની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, ઇડીના અધિકારીઓએ શુક્રવારે પિન્કી અને સુકેશને તિહાર જેલમાં એક જ પ્રકારના પ્રશ્નો અલગથી અને એકસાથે પૂછવામાં આવ્યા હતા અને તેમનાં નિવેદન નોંધવામાં આવ્યાં હતાં.

ઈડીને શંકા છે કે પિન્કી સુકેશના મની લોન્ડરિંગ રેકેટનો પણ ભાગ છે, જ્યારે જેક્લીને નિવેદનમાં ઇડીને કહ્યું હતું કે ઘણા અનુત્તરિત કૉલ્સ પછી, તેણે સુકેશ સાથે વાત કરી હતી. ઇડીના અધિકારીઓએ કહ્યું હતું કે પિન્કીએ સુકેશને જેકલીન સાથે ઓળખાણ કરાવી અને આ કામ માટે તેને મોટી રકમ મળી હતી. પોતાનું કામ કરાવવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરવાના આ કેસમાં કોઈ નવી વાત નથી.

ઇડીના અધિકારીઓને અગાઉ જાણવા મળ્યું હતું કે સુકેશ રોહિણી જેલની જેલ સ્ટાફને દર મહિને કરોડો રૂપિયા ચૂકવતો હતો, જેથી તે પોતાનું રેકેટ ચલાવી શકે. રોહિણી જેલની અંદર તેને સંપૂર્ણ બેરેક આપવામાં આવી હતી, જ્યારે તે પોતાના બે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર પણ હતો, તમામ સીસીટીવી કેમેરાને કવર કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...