માંગણી:દુષ્કર્મ પીડિતાની આરોપીનો ગુનો રદ કરવા હાઈકોર્ટમાં અરજી

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
મુંબઈ હાઈકોર્ટ ફાઈલ તસવીર - Divya Bhaskar
મુંબઈ હાઈકોર્ટ ફાઈલ તસવીર
  • પીડિતા ભૂતકાળ ભૂલીને જીવનમાં થાળે પડી હોવાથી કોર્ટે મંજૂર રાખી

હાઈ કોર્ટમાં એક જુદો જ કેસ ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવ્યો હતો. એક દુષ્કર્મ પીડિત મહિલાએ આરોપીના છૂટકારા માટે અરજી દાખલ કરીને ગુનો રદ કરવાની માગણી કરી છે. તેમ જ પોતાને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર રોગ છે. ભૂતકાળની યાદોને કારણે વધુ પીડા થાય છે.

તેથી આ કડવી યાદોમાં ખોવાયેલા રહેવા કરતા જીવનમાં આગળ વધવું હિતકારક છે એમ પીડિત મહિલાનું જણાવવું છે. હાઈ કોર્ટે આ મહિલાઓનું જણાવવું વિચારમાં લેતા આરોપી પરની ફોજદારી કાર્યવાહી રદ કરી છે. અરજદાર મહિલાના 2006માં લગ્ન થયા હતા. એને એક પુત્રી છે. એના છૂટાછેડા થઈ ચૂક્યા છે. 2011માં આરોપી સાથે આ મહિલાની ઓળખાણ થઈ હતી. એણે લગ્નનું વચન આપ્યું અને વાત એ બંને વચ્ચે શારીરિક સંબંધ સુધી પહોંચી. એ પછી આરોપીએ વચન ન પાળતા મહિલા નિરાશામાં ડૂબી ગઈ અને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો.

ઓગસ્ટ 2013માં એને હોસ્પિટલમાંથી ઘરે જવા રજા આપવામાં આવી. એ પછી આરોપીએ એના આગ્રહને વશ થઈને મંદિરમાં લગ્ન કર્યા પણ એને ટાળવા માંડ્યો. એ પછી મહિલાએ એના વિરુદ્ધ દુષ્કર્મ અને છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો. આરોપીએ નિર્દોષ છૂટકારા માટે કોર્ટમાં દાદ માગી. એ સમયે પીડિત મહિલાએ રિટ અરજી દાખલ કરીને આરોપી પરની ફોજદારી કાર્યવાહી રદ કરવાની માગણી હાઈ કોર્ટમાં કરી હતી. એના પર જજ પ્રસન્ન વરાળે અને જજ સુરેન્દ્ર તાવડેની ખંડપીઠ સમક્ષ સુનાવણી લેવામાં આવી હતી.

ખંડપીઠે મહિલાની વિનંતીને માન્ય રાખતા જણાવ્યું કે કેસ ચાલુ રાખવામાં આવશે તો અરજદારને હેરાનગતિ થશે. તે પોતાના જીવનમાં થાળે પડી છે તેમ જ એણે ભૂતકાળ ભૂલીને આરોપીને માફ કરવાનો દષ્ટિકોણ સ્વીકાર્યો છે એવું નિરીક્ષણ નોંધ્યું અને આરોપી પરની ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...