તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિઓ રિપોર્ટ આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન

મુંબઈ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ક્વોરન્ટાઈન કરવા 35 હજારથી વધુ બેડ તૈયાર રાખવામાં આવશે

કોરોના પોઝિટિવ હોવા છતાં લક્ષણો દેખાતા ન હોવાનું પ્રમાણ કોરોનાના બદલાયેલા સ્ટ્રેનમાં વધુ દેખાય છે. પરિણામે આવા કોરોનાગ્રસ્તોના સંપર્કમાં આવવાથી કોરોનાનો ફેલાવો વધવાનું જોખમ છે. તેથી નજીકના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને તેમનો રિપોર્ટ આવે ત્યાં સુધી ક્વોરન્ટાઈન કરવાનો નિર્ણય મહાપાલિકા પ્રશાસને લીધો છે. એના માટે લગભગ 35,000 કરતા વધારે બેડ તૈયાર રાખવાનો નિર્ણય પ્રશાસને લીધો છે.

કોરોનાના બદલાયેલા સ્ટ્રેનને લીધે કોવિડની સંભવિત ત્રીજી લહેર પહેલી બે લહેર કરતા વધુ અસરકારક હોવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવે છે. તેથી મહાપાલિકાએ પોતાની સંપૂર્ણ યંત્રણા પૂર્ણ ક્ષમતાથી તૈનાત રાખવાનો નિર્ણય લીધો છે. કોવિડની ત્રીજી લહેર માટે મહાપાલિકાએ દર્દીઓ અને શંકાસ્પદ દર્દીઓ માટે એક લાખ કરતા વધુ બેડ અનામત રાખવાનો નિર્ણય લીધો છે. વિશ્વમાં કોવિડનો નવો વેરિયેન્ટ મળી રહ્યો છે જે વધુ સંક્રમણજનક છે. તેથી કોરોનાગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલ દરેક વ્યક્તિની ટેસ્ટ તરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આવી રીતે એક કોરોનાગ્રસ્ત દીઠ લગભગ 15 થી 20 ટેસ્ટ કરવાનો મહાપાલિકાનો પ્રયત્ન છે. ટેસ્ટનો રિપોર્ટ આવે ત્યાં સુધી આ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન સેંટરમાં રહેવું પડશે. આ ક્વોરન્ટાઈનમાં લક્ષણોવાળા શંકાસ્પદ વ્યક્તિઓ અને કોરોનાગ્રસ્તના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ રહે એ પ્રમાણે તૈયારી કરવામાં આવી છે. આ ક્વોરન્ટાઈન કેન્દ્રમાં 35,000 બેડ તૈયાર કરવામાં આવશે. જરૂરિયાત અનુસાર ક્ષમતા ઊભી કરવામાં આવશે એમ અતિરિક્ત આયુક્ત સુરેશ કાકાણીએ જણાવ્યું હતું.

આ ક્વોરન્ટાઈન કેન્દ્રો સાથે જ લક્ષણો વિનાના કોરોનાગ્રસ્તોને રાખવા માટે 45,000 બેડની તૈયારી કરવામાં આવશે. કોરોનાગ્રસ્તોના નજીકના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના ક્વોરન્ટાઈન માટે 35,000થી વધુ અને લક્ષણો વિનાના કોરોનાગ્રસ્તો માટે 45,000થી વધુ બેડ અનામત રાખવામાં આવશે. એના માટેની પૂર્વતૈયારી થઈ ગઈ છે. અત્યારે જમ્બો કોવિડ સેંટર અને અન્ય ઠેકાણે મળીને કુલ 30,000 બેડ મહાપાલિકા પાસે છે. હાલની સ્થિતિમાં ફક્ત 10 ટકા બેડ ઓક્યુપાઈડ છે એમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...