નિર્ણય:ફેરિયાઓને લીધે કોરોનાનું જોખમ વધુ હોવાથી પરવાનગી નહીં મળે

મુંબઇ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉન હળવો કરતાં ફેરિયાઓ માટે કોઈ ધોરણ તૈયાર નહીં કરવાની મહારાષ્ટ્ર સરકારની ભૂમિકા

ફેરિયાઓને કારણે કોરોના વાઈરસ ફેલાવાનું જોખમ વધારે છે. તેથી ફેરિયાઓને વ્યવસાય કરવાની પરવાનગી આપવાનો સરકારનો વિચાર નથી. લોકડાઉન શિથિલ કરતા તેમના બાબતે કોઈ ધોરણ તૈયાર કરવામાં નહીં આવે એવી નક્કર ભૂમિકા રાજ્ય સરકારે મુંબઈ હાઈ કોર્ટમાં રજૂ કરી હતી. લોકડાઉનના સમયમાં વિવિધ વ્યવસાયિકો પ્રમાણે જ ફેરિયાઓની આર્થિક હાલત પણ અત્યંત ખરાબ થઈ છે. કેટલાય લોકોની આવક એનાથી જ છે. રાજ્ય સરકારે લોકડાઉન શિથિલ કરતા અનેક ઘટકોને પરવાનગી આપી છે. તેથી ફેરિયાઓનો પણ વિચાર કરીને તેમને પરવાનગી આપવામાં આવશે તો તેમનું જીવવું રાહતવાળું થશે એવી રજૂઆત કરીને આ બાબતે સરકારને નિર્દેશ આપવાની વિનંતી પુણેના મનોજ ઓસ્વાલે એડવોકેટ આશિષ શર્મા મારફત કરી છે.

એ વિશે મુખ્ય જજ દીપાંકર દત્તાના નેતૃત્ત્વ હેઠળની ખંડપીઠ સમક્ષ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આગામી સુનાવણી થઈ હતી. ફેરિયાઓ વિશે પણ ધોરણ તૈયાર કરવાનો વિચાર કરો એમ ૨૦ જૂનના જણાવીને ખંડપીઠે સરકાર પાસે જવાબ માગ્યો હતો. રાજ્ય સરકારે એના પર પોતાની ભૂમિકાની રજૂઆત કરી હતી. ફેરિયાઓને કારણે સંક્રમણનું જોખમ વધારે છે એમ રાજ્ય સરકારે કોર્ટમાં જણાવ્યું હતું. દરમિયાન નોંધનીય છે કે મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં સવારે મર્યાદિત સમય પૂરતા જ શાકભાજીવાળાને બેસવા દેવાય છે. ખાસ કરીને શાકભાજીવાળાઓ પાસે બેસુમાર ભીડ થતી હોય છે. આથી સ્થાનિક પ્રશાસન દ્વારા તેમને મર્યાદિત સમય પૂરતા જ બેસવા દેવાય છે. જોકે તે પછી ફેરિયાઓ ગલીઓમાં ભરાઈ જાય છે, જ્યાં પછી સોશિયલ ડિસ્ટન્સિંગની ઐસીતૈસી થાય છે. ત્યાં આ ફેરિયાઓને કોઈ પ્રશાસન નડતું નથી. આને કારણે ત્યાંના આસપાસના રહેવાસીઓ પરેશાન થઈ જાય છે. આથી ગલીઓમાંથી પણ ફેરિયાઓને હટાવવાની માગણી ઊઠી છે.

લોકલમાં વકીલોને પ્રવેશ માટે અરજી: લોકડાઉનના સમયમાં અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ માટે ચલાવવામાં આવતી વિશેષ લોકલ ટ્રેનોમાં વકીલોને પણ પ્રવેશ આપવો. એના માટે અત્યાવશ્યક સેવા કર્મચારીઓની યાદીમાં વકીલોનો પણ સમાવેશ કરવો એવી માગણી તાત્કાલીક જનહિત અરજી ૩ વકીલોએ મુંબઈ હાઈ કોર્ટમાં દાખલ કરી છે. આ અરજીની નોંધ લેતા કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે જવાબ માગ્યો છે.

અન્ય સમાચારો પણ છે...